યોજનાનું નામ: BCK 354 NEET, JEE, GUJCET જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે અનુસૂચિત
જાતિના વિદ્યાર્થીઓને કોચિંગ સહાય યોજના. |
યોજના શરૂ થયાનું વર્ષ: ૨૦૧૪-૧૫ |
યોજનાનો હેતુ : |
ધોરણ:૧૦માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને ધોરણ:૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને NEET, JEE, GUJCET જેવી પરીક્ષાની પૂર્વતૈયારી માટે વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે.. |
પાત્રતાના માપદંડો: |
વિદ્યાર્થીના પાત્રતાના માપદંડો: |
- વિદ્યાર્થી અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
- વિદ્યાર્થીઓ માટે કોઇ આવક મર્યાદા રાખવામાં આવતી નથી.
- નીટ, જેઇઇ, ગુજકેટ જેવી પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થી ધોરણ:૧૦માં ૭૦% કે તેથી વધુ ગુણ ધરાવતા હોય અને ધોરણ:૧૨ (વિજ્ઞાન પ્રવાહ)માં અભ્યાસ કરતા હોવા જોઈએ.
|
સંસ્થાના પાત્રતાના માપદંડો: |
- સંસ્થા ત્રણ વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઇએ.
- સંસ્થા GST નંબર/ પાનકાર્ડ ધરાવતી હોવી જોઇએ.
- સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રીક (ફીંગર પ્રિંટ) મશીન હોવું જોઇએ.
- નીટ, જેઇઇ માટે ફેકલ્ટી જે તે વિષયમાં M.Sc થયેલ હોવા જોઇએ.
- તાલીમ આપતી સંસ્થાની નોંધણી નીચેના પૈકી કોઈપણ એક અધિનિયમ હેઠળ થયેલ હોવી જોઈએ.
1.મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦
2.કંપની અધિનિયમ,૧૯૫૬
3.શોપ એન્ડિ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૮ (દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, ૧૯૪૮)
|
સહાયનું ધોરણ : |
આ યોજના હેઠળ રૂ.૨૦,૦૦૦/- (અંકે રૂપિયા વીસ હજાર) અથવા ખરેખર ચૂકવવાની થતી ફી એ બેમાંથી જે ઓછી હોય તે વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સીધા DBT (ડાયરેકટ બેનીફીટ ટ્રાન્ફસર) થી જમા થાય છે. |