Topનિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ
 
ગુજરાત રાજ્ય ની સ્થાપના થયા બાદ ભારતના લોકકલ્યાણના હેતુલક્ષી બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતો અને જોગવાઇઓમાં કોઇપણ પ્રકારના ભેદભાવ વગર સૌને સમાન તક આપવાની અને રાષ્ટ્રના નબળા વર્ગોના વિકાસ માટે ખાસ માવજતની જોગવાઇ કરી છે. બંધારણના અનુચ્છેદ ૪૬મા દર્શાવ્યા મુજબ રાષ્ટ્રના/સમાજના નબળા વર્ગોના અને ખાસ કરીને અનુ. જાતિ અને અનુસૂચિત આદિ જન જાતિઓના શૈક્ષણિક હેતુની અભિવૃદ્ધિ રાજ્ય વિશેષ કાળજીથી કરશે. તદનુસાર ગુજરાત રાજ્ય માં અનુ. જાતિઓના સર્વાંગી વિકાસની અનેકવિધ યોજનાઓ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતું કરી રહ્યું છે.

અનુસૂચિત જાતિની યોજનાઓ નીચેના વિકાસલક્ષી જૂથોમાં આવે છેઃ
૧. શિક્ષણ યોજનાઓ.
૨. આર્થિક ઉત્કર્ષની યોજનાઓ.
૩. સ્વાસ્થ્ય, આવાસ નિર્માણ યોજનાઓ.
૪. અન્ય કલ્યાણ યોજનાઓ.