Top
શૈક્ષણિક



બીસીકે-૬.૧ : પોસ્ટ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓ માટે રાજય શિષ્યવૃતિ ( કે.પુ.યો.)
પાત્રતાના માપદંડો
  • રૂ. ૨.૫૦ લાખ વાષિૅક આવકમર્યાદા ધરાવતા કુંટુંબના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને નીચે જણાવેલ દરે શિષ્યવૃત્તિ અને તમામ નોન રીફંડેબલ ફી ચૂકવવામાં આવે છે.
સહાયનું ધોરણ
Data Table
  સંપૂર્ણ કેન્દ્ર પુરસ્કૃત યોજના શિષ્યવૃત્તિદર
ગૃપ અભ્યાસ ક્રમ હોસ્ટેલર ડેસ્કોલર
ડીગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમો, મેડિકલ, એન્જિનિયરીંગ વગેરે. ૧૨૦૦ ૫૫૦
ડીપ્લોમાં અભ્યાસક્રમો સર્ટીફીકેટ અભ્યાસક્રમો તથા ગૃપ-૧ સમાવેશ થયો ન હોય તેવા ડીગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ ક્રમો (એમ.ફીલ., પી.એચ.ડી., સી.એ., આઇ.સી.ડબલ્યુ.એ., સી.એસ. વગેરે) ૮૨૦ ૫૩૦
ગૃપ-૧ અને ૨માં સમાવેશ થયો ન હોય તે તમામ ગ્રેજ્યુએટ અને તે પછીના અભ્યાસક્રમો. ૫૭૦ ૩૦૦
તમામ પોસ્ટમેટ્રિક અભ્યાસક્રમો ધોરણ-૧૧ અને ૧૨, આઈ.ટી.આઇ. વોકેશનલ અભ્યાસક્રમો. ૩૮૦ ૨૩૦
બુકબેંક
  • મેડીકલ, એન્જીનીયરીંગ, વેટરનરી, એગ્રીકલ્ચર, પોલિટેકનિક , એલ.એલ.બી./ એલ.એલ.એમ./ એમ.સી.એ./ એમ.બી.એ. અને બાયો સાયન્સના વિદ્યાર્થીઓને પુસ્તકો પૂરા પાડવામાં આવે છે.
  • પોસ્ટમેટ્રિક સ્કોલરશીપની આવકમર્યાદાના ધોરણો લાગુ પડશે.
  • ડીગ્રી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને બે વિદ્યાર્થી દીઠ ૧ પુસ્તક સેટ આપવામાં આવે છે.
  • પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ ૧ પુસ્તક સેટ મળવાપાત્ર છે.
  • સ્વનિર્ભર સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ઉક્ત મુજબ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. જયારે ટયુંશન ફી રાજ્ય સરકાર દ્વારા નિમણૂંક સમિતિએ નક્કી કર્યા મુજબના દરે મળવાપાત્ર છે.