Top
શૈક્ષણિક



બીસીકે-૮ : અનુ.જાતિના ધો-૧૧ અને ધો-૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના (વિજ્ઞાન પ્રવાહ સિવાય)
પાત્રતાના માપદંડો
  • ધોરણ-૧૦ માં ૭૫ ટકાથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ.
  • આ ઠરાવ હેઠળ સહાય મળવાપાત્ર પ્રથમ ૧૦૦ વિદ્યાર્થીઓને ખાનગી ટયુશન માટે આપવામાં આવે છે.
  • આવકમર્યાદા કૌટુંબિક રૂ. ૪,૫૦,૦૦૦/- થી વધવી જોઈએ નહી.
સહાયનું ધોરણ
  • ધો. ૧૧ માં ખરેખર ખર્ચની મર્યાદામાં વાર્ષિક રૂ. ૮૦૦૦/-  અને ધો. ૧૨ માં ખરેખર ખર્ચની મર્યાદામાં રૂ. ૪૦૦૦/- વાર્ષિક
  • ધોરણ ૧૦ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને ૭૫ ટકા થી વધુ ગુણ સાથે પાસ કરી ધોરણ ૧૧માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકીના સહાય મેળવવા પાત્ર પ્રથમ ૧૦૦ વિદ્યાર્થીઓને ખાનગી ટયુશન માટે રૂ. ૮૦૦૦/-ની મર્યાદામાં ખરેખર ખર્ચ જેટલી સહાય વર્ષમાં એકવાર ચૂકવવામાં આવે છે, અને તે પૈકી પ્રથમ પ્રયત્ને ધોરણ ૧૧ પાસ કરી ધોરણ ૧૨માં જનાર વિદ્યાર્થીઓને રૂ. ૪૦૦૦/-ની મર્યાદામાં ખરેખર ખર્ચ જેટલી સહાય વર્ષમાં એકવાર ચૂકવવામાં આવે છે.
ફોર્મસ
  • ધો.૧૧માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટયુશન ફી મેળવવાનું અરજીપત્રક
  • ધો.૧૨માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટયુશન ફી મેળવવાનું અરજીપત્રક