ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની સોસાયટી રજીસ્ટ્રેશન એકટ ૧૮૬૦ હેઠળ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની તા. પ-પ-૭પ થી રચના કરવામાં આવી. આ નિગમની રચના કરવાનો મૂળભૂત ઉદ્દેશ અનુસૂચિત જાતિઓનો સંપૂર્ણ રીતે વિકાસ થાય અને સમાજમાં તેઓ માનભર્યુ જીવન જીવી શકે તે માટે સુવિધાઓ પુરી પાડવાનો હતો. પરંતુ નિગમની રચના થયા પછી અનુભવે જણાયું કે, આ નિગમની રચનાનું માળખું કેન્દ્ર સરકાર અને રાજય સરકારશ્રીની નીતિને અનુરૂપ ન હોવાથી નિગમના માળખામાં યોગ્ય સુધારો કરી તા. રર નવેમ્બર-૧૯૭૯ માં નિગમના માળખાનું સને ૧૯પ૬ ના ભારતીય કંપની ધારા હેઠળ સરકારશ્રીના એક જાહેર સાહસ તરીકે રૂપાંતર કરીને ગુજરાત અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, ગાંધીનગર તરીકે રૂ. ૧પ.૦૦ કરોડની શેરમૂડી સાથે અસ્તિત્વમાં આવ્યું. ત્યારબાદ ગુજરાત વિધાનસભામાં પસાર થયેલ સને ૧૯૮પ માં ગુજરાત શિડયુલ્ડ કાસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન એકટ-૧૯૮પ (ગુજરાતનો ૧૯૮પનો ૧૦ મો) હેઠળ સમાજ કલ્યાણ વિભાગ ગાંધીનગરના તા. ૬-૭-૯૬ ના જાહેરનામાથી ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની ગાંધીનગરની તા.૧પ-૮-૯૬ થી સ્ટેચ્યુટરી કોર્પોરેશન તરીકેની રચના થઇ. આ કોર્પોરેશનની અધિકૃત શેરમૂડી રૂ. પ૦.૦૦ કરોડ છે. તેની સામે હાલમાં આ કોર્પોરેશનની ભરપઇ થયેલી શેરમૂડી રૂ. ૪ર કરોડ છે.
like us on Facebook
follow us on Instagram
follow us on Twitter
like us on KooApp
like us on YouTube
શિક્ષણ
આર્થિક ઉત્કર્ષ