Top
શૈક્ષણિકબીસીકે-૭ : ધોરણ ૧૧ અને ૧૨ માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના (વિજ્ઞાન પ્રવાહ)
પાત્રતાનો માપદંડો
  • વાર્ષિક રૂ.૪,૫૦,૦૦૦/-ની કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર થશે.
સહાયનું ધોરણ
  • ધોરણ-૧૧ માં વાર્ષિક રૂ. ૧૫,૦૦૦/- ખરેખર ખર્ચની મર્યાદામાં તથા ધો. ૧૨ માં રૂ. ૧૫,૦૦૦/- ખરેખર ખર્ચની મર્યાદામાં આપવાની યોજના છે.
  • ધોરણ ૧૦ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને ૭૦ ટકા કે તેથી વધુ ગુણ સાથે પાસ કરી ધોરણ ૧૧માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનાર અને ખાનગી ટયુશન કરનાર તમામ વિદ્યાર્થીઓને માટે રૂ. ૧૫,૦૦૦/-ની મર્યાદામાં ખરેખર ખર્ચ જેટલી સહાય વર્ષમાં એકવાર ચૂકવવામાં આવે છે, અને તે પૈકી પ્રથમ પ્રયત્ને ધોરણ ૧૧ પાસ કરી ધોરણ ૧૨માં જનાર વિદ્યાર્થીઓને રૂ. ૧૫,૦૦૦/-ની મર્યાદામાં ખરેખર ખર્ચ જેટલી સહાય વર્ષમાં એકવાર ચૂકવવામાં આવે છે.
ફોર્મસ
  • ધો.૧૧માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટયુશન ફી મેળવવાનું અરજીપત્રક
  • ધો.૧૨માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટયુશન ફી મેળવવાનું અરજીપત્રક