Top
શૈક્ષણિકબીસીકે-૨બી : અનુસૂચિત જાતિના બાળકોમાં ગુણવત્તાનું ધોરણ ઉંચું લાવવું ( કે.પુ.યો.)
હેતુ
  • ધો. ૯ થી ૧૨ માં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિનાં વિદ્યાર્થીઓ તેમની શૈક્ષણિક ઉણપોના કારણે આરક્ષણથી મળતા વિવિધ યોજનાનાં લાભો લઇ શકતા નથી. આથી આવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધાઓ અને તાલીમવર્ગો દ્રારા તેઓની શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા તેમજ ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને ખાસ તાલીમ આપી તૈયાર કરવા.
પાત્રતાના માપદંડો
  • ખાતા દ્રારા ચાલતી આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવે છે.
સહાયનું ધોરણ
  • વિષયોના નિષ્ણાંતો દ્રારા તાલીમ આપવામાં આવે છે.
  • વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૨૫,૦૦૦/-ની ગ્રાન્ટ આપવામાં આવે છે.
  • વિદ્યાર્થીદીઠ રૂ. ૨૫,૦૦૦/- નીચે મુજબ
  • છાત્રાલયમાં રહેવા અને જમવાના ખર્ચ પેટે દર માસે રૂ. ૯૦૦/- લેખે ૧૦ માસ માટે રૂ. ૯,૦૦૦/-
  • દર માસે ખિસ્સા ખર્ચ રૂ. ૩૦૦/- લેખે ૧૦ માસ માટે રૂ. ૩,૦૦૦/-
  • પુસ્તકો અને લેખન સામગ્રી માટે રૂ. ૩,૦૦૦/-
  • પ્રિન્સિપાલ, વિશેષજ્ઞોને માનદ વેતન અને અન્ય પ્રાસંગિક ખર્ચ માટે રૂ. ૧૦,૦૦૦/- પ્રતિવર્ષે વિદ્યાર્થીદીઠ આપવામાં આવે છે.
નોંધ :- આદર્શ નિવાસી શાળામાં ભોજન તથા રહેવાનું વિના મુલ્યે આપવામાં આવતું હોવાથી ભોજનના રૂ. ૯,૦૦૦/- ચૂકવવામાં આવતા નથી.