Top
શૈક્ષણિકબીસીકે-૩૦ : ડૉ.બાબાસાહેબ આંબેડકર એવોડૅ,મહાત્મા ગાંધી એવોડૅ,સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોડૅ,મહાત્મા ફલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોડૅ, દાસી જીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ અને સાવિત્રીબાઈ ફૂલે દલિત મહિલા કલા/સાહિત્ય એવોર્ડની યોજનાઓ
પાત્રતાના માપદંડો
Data Table
૧. ર્ડા. બાબાસાહેબ આંબેડકર એવોર્ડ સમાજ કલ્‍યાણ ક્ષેત્રે વિશિષ્‍ટ પ્રદાન કરનાર વ્યક્તિ/ મહાનુભાવને રૂ।.૨.૦૦ લાખનો ર્ડા. બાબાસાહેબ આંબેડકર એવોર્ડ એનાયત કરવામાં આવે છે. 
૨. મહાત્‍મા ગાંધી એવોર્ડ સમાજ કલ્‍યાણ ક્ષેત્રે વિશિષ્‍ટ પ્રદાન કરનાર સંસ્‍થાને રૂ।.૨.૦૦ લાખનો મહાત્‍મા ગાંધી  એવોર્ડ એનાયત કરવામાં આવે છે. 
૩. સંતશ્રી કબીર દલિત સાહિત્‍ય એવોર્ડ સર્જનાત્‍મક દલિત સાહિત્યક્ષેત્રે મહત્વપૂર્ણ અને મૌલિક યોગદાન આપનાર અનુ.જાતિના સાહિત્‍યકારને રૂ। ૧.૦૦ લાખ નો સંતશ્રી કબિર દલિત સાહિત્‍ય એવોર્ડ એનાયત કરવામાં આવે છે. 
૪. મહાત્‍મા ફુલે શ્રેષ્‍ઠ દલિત પત્રકાર એવોર્ડ અનુસૂચિત જાતિના શ્રેષ્‍ઠ પત્રકારને રૂ।.૫૦૦૦૦/- નો મહાત્‍મા ફુલે શ્રેષ્‍ઠ દલિત એવોર્ડ એનાયત કરવામાં આવે છે. 
૫. દાસીજીવણ શ્રેષ્‍ઠ દલિત સાહીત્‍યકૃતિ એવોર્ડ અનુસૂચિત જાતિના સાહિત્‍યકારની સર્વશ્રેષ્‍ઠ કૃતિને રૂ।.૫૦૦૦૦/- નો દાસીજીવણ શ્રેષ્‍ઠ દલિત સાહીત્‍યકૃતિ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. 
૬. સાવિત્રીબાઈ ફૂલે દલિત મહિલા કલા/સાહિત્ય એવોર્ડ અનુસૂચિત જાતિના લોકોને હસ્તકલા કારીગીરીક્ષેત્રે આગળ લાવવા માટે અનુસૂચિત જાતિની મહિલાઓએ આપેલ યોગદાન પેટે રૂ.૧.૦૦ લાખનો એવોર્ડ આપવામાં આવે છે.
૭. દલિત સાહિત્યક્ષેત્રે પ્રકાશન સહાય
  • અનુસૂચિત જાતિના સાહિત્યકાર
  • દલિત સમસ્યાને લગતું સાહિત્ય પ્રકાશન કરવા માટે થયેલ ખર્ચના ૭૫% પરંતુ વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦/- ની આર્થિક સહાય.
સહાયનું ધોરણ
  • વ્યક્તિગત રૂ. ૨.૦૦ લાખનો  ડૉ બાબા સાહેબ  આંબેડકર એવોર્ડ
  • સંસ્થાદીઠ રૂ. ૨.૦૦ લાખ મહાત્માગાંધી એવોર્ડ
  • રૂ. ૧.૦૦ લાખ સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ (દલિત સાહિત્યકાર)
  • રૂ. ૫૦૦૦૦/- દાસી જીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્ય કૃતિ એવોર્ડ (શ્રેષ્ઠ દલિત સાહિત્ય કૃતિ)
  • રૂ. ૫૦૦૦૦ મહાત્મા ફુલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ (દલિત પત્રકાર)
  • દલિત સાહિત્યકારોને સાહિત્ય પ્રકાશન માટે રૂ. ૧૦,૦૦૦ સહાય
  • હસ્તકલા કારીગીરીક્ષેત્રે આપેલ યોગદાન પેટે રૂ.૫૦,૦૦૦/-(દલિત મહિલા કલા/સાહિત્ય એવોર્ડ)
વિવિધ એવોર્ડ માટેના અરજીપત્રકો