Top


વર્ષ ૨૦૧૫-૧૬ ના વર્ષની મહત્વની સિધ્ધિઓ
 
નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની યોજનાઓની નાણાકીય જોગવાઇઓને મુખ્યત્વે બે સદરોમાં વહેંચવામાં આવેલ છે. જેમાં આયોજન અને આયોજન બહાર (સી.એસ.પી) યોજનાઓ હેઠળ અલગ-અલગ યોજનાવાર જોગવાઇઓ કરવામાં આવેલ છે.

વર્ષ ૨૦૧૫-૧૬ દરમ્યાન આયોજન હેઠળ અનુસૂચિત જાતિઓ માટે રૂ .૭૯૫૧૪.૬૦ લાખની બજેટ જોગવાઇ સામે રૂ .૬૯૦૫૦.૮૨ લાખનો ખર્ચ થયેલ છે. જે બજેટ જોગવાઇની સામે ૮૬.૮૪ ટકા ખર્ચ થયેલ છે. આયોજન બહાર રૂ. ૨૦૦૧.૬૬ લાખની જોગવાઇ સામે રૂ. ૧૫૯૬.૫૯ લાખનો ખર્ચ થયેલ છે. જે જોગવાઇ સામે ૭૯.૭૬ ટકા ખર્ચ થયેલ છે. આમ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની યોજનાઓમાં કુલ રૂ. ૮૧૫૧૬.૨૬ લાખની બજેટ જોગવાઇ સામે કુલ રૂ. ૭૦૬૪૭.૪૧ લાખનો ખર્ચ થયેલ છે.જે કુલ જોગવાઇ સામે ૮૬.૬૬ ટકા જેટલો ખર્ચ થયેલ છે.
યોજનાવાર મેળવેલ સિધ્ધિઓ (આયોજન/આયોજનબહાર/કેન્દ્રપુરસ્કૃત)
  • પ્રિ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ૧૯૧૪૮૨ વિઘાર્થીઓને લાભ આપી રૂ!.૯૯૧.૧૨ લાખનો ખર્ચ થયેલ છે. (BCK-2 + 71)
  • અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકોને પૂર્વ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ યોજના હેઠળ ૨૯૮૦૪૭ વિઘાર્થીઓને રૂ. ૫૫૩૭.૩૬ લાખની શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલ છે. (BCK-4)
  • પોષ્ટ એસ.એસ.સી. ની રાજ્ય શિષ્યવૃત્તિની યોજના હેઠળ ૫૮૨૯ વિઘાર્થીઓને રૂ .૨૮૬.૮૨ લાખનો ખર્ચ કરીને લાભ આપવામાં આવેલ છે. (BCK-5)
  • સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ-૮માં ભણતી અનુસૂચિત જાતિની ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની વિધાર્થીનીઓને રૂ. ૫૫૦.૦૦ લાખનો ખર્ચ કરીને ૧૯૭૮૪ વિધાર્થીનીઓને સાયકલનો લાભ આપવામાં આવેલ છે. (BCK-6)
  • ભારત સરકારની પોષ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હેઠળ ૧૩૪૮૫૬ વિઘાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવેલ છે. જેમાં રૂ. ૧૮૧૧૮.૯૬ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. (BCK-6.1)
  • ફુડ બીલ યોજના હેઠળ ૧૩૯૧ વિઘાર્થીઓને લાભ આપી રૂ. ૧૨૮.૩૬ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. (BCK-10)
  • પાયલોટ તાલીમ યોજના માટે રૂ. ૫૦.૦૦ લાખનો ખર્ચ કરીને ૨ વિધાર્થીને શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવેલ છે. (BCK-14)
  • અનુસૂચિત જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા ૧૧૮ બાળકોને રૂ. ૧૭૫૦.૦૦ લાખનો ખર્ચ કરીને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં મોકલવામાં આવેલ છે. (BCK-15)
  • બે જોડી કપડાની યોજના હેઠળ ૪૨૧૦૬૦ વિઘાર્થીઓને રૂ. ૧૨૯૭.૧૯ લાખનો ખર્ચ કરીને લાભ આપવામાં આવેલ છે. (BCK-16)
  • અતિ પછાત જાતિઓના ૮૦૨૬૬ વિઘાર્થીઓને રૂ. ૬૦૧.૩૬ લાખનો ખર્ચ કરીને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલ છે. (BCK-17+17A)
  • માનવ ગરિમા યોજના હેઠળ ૨૩૪૩૯ વ્યક્તિઓને રૂ. ૧૭૮૬.૭૩ લાખની સહાય ચૂકવવામાં આવેલ છે. (BCK-31)
  • વકીલ અને ડૉકટરોને લોન/સહાય માટે વકીલો અને ડૉક્ટરો તથા ૧૨૪૯ ટ્રેઈનીને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે કુલ રૂ. ૮૦.૦૧ લાખની લોન / સહાય ચૂકવવામાં આવેલ છે.(BCK-32+A+B+C)
  • શહેરી વિસ્તાર ના નાના વ્યવસાયકારોને ધંધાનું સ્થળ / દુકાન ખરીદવા નાણાંકીય સહાય / લોન આપવાની યોજના હેઠળ ૨ લાભાર્થીઓને રૂ. ૦.૩૦ લાખનો ખર્ચ કરી લોન / સહાય આપવામાં આવેલ છે. (BCK-43+43A+73+73A)
  • કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈધકીય સહાય (ગરીબી નિવારણ કાર્યક્રમ) યોજના હેઠળ ૭૨૪૪ દર્દીઓ માટે રૂ. ૨૬૨.૦૬ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. (BCK-47+74)
  • વ્યક્તિગત ધોરણે મકાન સહાય આપવાની યોજના હેઠળ ૧૫૨૦ મકાનોના બાંધકામ માટે રૂ. ૫૭૯.૮૦ લાખની સહાય મંજુર કરવામાં (BCK–50)
  • શહેરી વિસ્તારોમાં વ્યક્તિગત ધોરણે મકાન સહાય આપવાની યોજના હેઠળ ૩૩૦ મકાનોના બાંધકામ માટે રૂ. ૧૪.૮૫ લાખની સહાય મંજુર કરવામાં (BCK–51)
  • અતિ પછાત જાતિઓને (વાલ્મિકી, હાડી, નાડિયા, સેનવા, તુરી, ગરો બ્રાહ્મણ, વણકર સાધુ, દલિત બાવા, તુરી બારોટ, તીરગર/તીરબંદા, થોરી અને માતંગ) મકાન સહાય પેટે રૂ. ૯૪.૫૧ લાખનો ખર્ચ કરીને ૨૧૩ મકાનોના બાંધકામ માટે સહાય આપેલ છે. (BCK-52)
  • આંતર જ્ઞાતિય લગ્નોને પ્રોત્સાહન આપવાની યોજના હેઠળ ૪૯૧ યુગલોને રૂ. ૨૪૫.૫૦ લાખનો ખર્ચ કરીને પ્રોત્સાહન સહાય આપવામાં આવેલ છે. (BCK-54)
  • કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ ૫૦૩૦ કન્યાઓને રૂ. ૫૦૩.૦૫ લાખનો ખર્ચ કરીને સહાય આપવામાં આવેલ છે. (BCK-55)
  • સાતફેરા સમુહ લગ્ન યોજના હેઠળ ૩૭૬ લાભાર્થીઓને રૂ. ૪૯.૫૭ લાખનો ખર્ચ કરીને સહાય આપવામાં આવેલ છે. (BCK-57)
  • અત્યાચાર અધિનિયમ યોજના હેઠળ અત્યાચારના બનાવોમાં ૧૨૭૩ વ્યક્તિઓને રૂ. ૫૧૨.૧૮ લાખની સહાય ચુકવવામાં આવેલ છે.
  • ધો-૯ અને ૧૦માં અભ્યાસ કરતા અનુ.જાતિના વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રીક શિષ્યવૃતિ યોજના હેઠળ ૬૯૨૨૭ વિદ્યાર્થીઓને રૂ. ૧૫૬૭.૮૬ લાખનો ખર્ચ કરીને લાભ આપવામાં આવેલ છે. (BCK-35(329))