હેતુ |
- ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના હોંશિયાર વિદ્યાર્થીઓ પોતાની કારકીર્દી બનાવી પોતાનું જીવનધોરણ ઊંચુ લાવી શકે તે માટે તેઓને નામાંકિત આવાસીય વિદ્યાલયોમાં પ્રવેશ મેળવી શિક્ષણની ગુણવાત્તા માટે ટેલેન્ટ પૂલ નિર્માણ કરવા.
|
પાત્રતાના માપદંડો |
- અનુ.જાતિના ધો. ૫ અને ધો. ૧૦ ના પ્રથમ કે બીજા વર્ગમાં પાસ કરી , પાસ થયેલ વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષા ગોઠવીને તેમાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવીને મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને પસંદ કરેલી આવાસીય શાળામાં પ્રવેશ આપવાનો રહેશે.
|
સહાયનું ધોરણ |
- ટેલેન્ટ પુલ યોજના હેઠળ અનુ.જાતિના ૩૩ જિલ્લા દીઠ ધો. ૫ના પાંચ(૫) વિદ્યાર્થીઓ અને ધો. ૧૦ના પાંચ(૫) , રાજ્યના મળી કુલ ૩૩૦ તેજસ્વી વિધાર્થીઓને સહાય
- વિદ્યાર્થી દીઠ રૂ. ૪૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.
|
આવક મર્યાદા |
- રૂ. ૨.૦૦ લાખ
- રૂ. ૨.૦૦ લાખ થી રૂ. ૩.૦૦ લાખ સુધીની આવક વાળા વાલીએ ૫૦% સહાય ભોગવવાની રહેશે.
|