પાત્રતાના માપદંડો |
- રૂ. ૨.૫૦ લાખ વાષિૅક આવકમર્યાદા ધરાવતા કુંટુંબના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને નીચે જણાવેલ દરે શિષ્યવૃત્તિ અને તમામ નોન રીફંડેબલ ફી ચૂકવવામાં આવે છે.
|
સહાયનું ધોરણ |
Data Table | સંપૂર્ણ કેન્દ્ર પુરસ્કૃત યોજના | શિષ્યવૃત્તિદર | ગૃપ | અભ્યાસ ક્રમ | હોસ્ટેલર | ડેસ્કોલર | ૧ | ડીગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમો, મેડિકલ, એન્જિનિયરીંગ વગેરે. | ૧૨૦૦ | ૫૫૦ | ૨ | ડીપ્લોમાં અભ્યાસક્રમો સર્ટીફીકેટ અભ્યાસક્રમો તથા ગૃપ-૧ સમાવેશ થયો ન હોય તેવા ડીગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ ક્રમો (એમ.ફીલ., પી.એચ.ડી., સી.એ., આઇ.સી.ડબલ્યુ.એ., સી.એસ. વગેરે) | ૮૨૦ | ૫૩૦ | ૩ | ગૃપ-૧ અને ૨માં સમાવેશ થયો ન હોય તે તમામ ગ્રેજ્યુએટ અને તે પછીના અભ્યાસક્રમો. | ૫૭૦ | ૩૦૦ | ૪ | તમામ પોસ્ટમેટ્રિક અભ્યાસક્રમો ધોરણ-૧૧ અને ૧૨, આઈ.ટી.આઇ. વોકેશનલ અભ્યાસક્રમો. | ૩૮૦ | ૨૩૦ | |
બુકબેંક |
- મેડીકલ, એન્જીનીયરીંગ, વેટરનરી, એગ્રીકલ્ચર, પોલિટેકનિક , એલ.એલ.બી./ એલ.એલ.એમ./ એમ.સી.એ./ એમ.બી.એ. અને બાયો સાયન્સના વિદ્યાર્થીઓને પુસ્તકો પૂરા પાડવામાં આવે છે.
- પોસ્ટમેટ્રિક સ્કોલરશીપની આવકમર્યાદાના ધોરણો લાગુ પડશે.
- ડીગ્રી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને બે વિદ્યાર્થી દીઠ ૧ પુસ્તક સેટ આપવામાં આવે છે.
- પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ ૧ પુસ્તક સેટ મળવાપાત્ર છે.
- સ્વનિર્ભર સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ઉક્ત મુજબ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. જયારે ટયુંશન ફી રાજ્ય સરકાર દ્વારા નિમણૂંક સમિતિએ નક્કી કર્યા મુજબના દરે મળવાપાત્ર છે.
|
ઓનલાઇન યોજનાની માહિતી |
|