Top
શૈક્ષણિક


બીસીકે-૧૪ : અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પાઈલોટ તાલીમ માટે લોન સહાય
હેતુ
  • અનુસૂચિત જાતિનાં વિદ્યાર્થીઓને પાયલોટની તાલીમ આપી તૈયાર કરવા.
પાત્રતાના માપદંડો
  • આવકમર્યાદા નથી.
  • મેટ્રિક્યુલેશન અથવા તેથી વધુ પાસ
સહાયનું ધોરણ
  • રૂ. ૨૫.૦૦ લાખની લોન ૪ ટકા વ્યાજના દરે આપવામાં આવે છે.
શરતો
  • લોનની ચૂકવણી થયાની તારીખથી એક વર્ષ પછી લોન વસૂલાત કરવામાં આવે છે.
  • માસિક સરખા હપતામાં લાભાર્થી ઇચ્છે તો ત્રિમાસિક હપતામાં આગોતરા જાણ કરીને ૧૦ વષૅમાં જ સંપૂણૅ લોનની ભરપાઇ કરવાની રહેશે.
  • લોનની મુળ રકમ ભરપાઇ થયા બાદ વ્યાજ પણ આજ પ્રમાણે ચુકવવાનું રહેશે.
  • લોન નિયમિત ભરપાઇ કરવામાં કસૂર થશે તો ૨.૫ ટકા (અઢી ટકા) લેખે દંડનીય વ્યાજ લેવામાં આવશે.
  • દંડનીય વ્યાજ સહિત હપતાઓ ભરવામાં કસૂર થશે તો ચડતર તેમજ બાકીની વસૂલાત કરવાની તમામ રકમ તથા અન્ય ખર્ચ એકીસાથે મહેસુલી રાહે વસૂલ કરવામાં આવશે.