યોજનાનું નામ:BCK 355 IIM, NIFT, CEPT, NLU જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટેની પૂર્વ પરીક્ષાની
તૈયારી માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને તાલીમ સહાય યોજના. |
યોજના શરૂ થયાનું વર્ષ: ૨૦૧૪-૧૫ |
યોજનાનો હેતુ : |
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને IIM, NIFT, CEPT, NLU જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટેની પૂર્વ પરીક્ષાની તૈયારી માટે વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે. |
પાત્રતાના માપદંડો: |
વિદ્યાર્થીના પાત્રતાના માપદંડો: |
- વિદ્યાર્થી અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
- વિદ્યાર્થીઓ માટે કોઇ આવક મર્યાદા રાખવામાં આવતી નથી.
- CEPT, NIFT, NLUમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ. ૧૦માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને ધોરણ. ૧૨ (કોઈપણ પ્રવાહ)માં અભ્યાસ કરતા હોવા જોઈએ. જ્યારે IIMમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ.૧૨ (કોઈપણ પ્રવાહ)માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને સ્નાતક કક્ષા (કોઈપણ પ્રવાહ)ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોય અથવા સ્નાતક પૂર્ણ કરેલ હોય તો સ્નાતકમાં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.
|
સંસ્થાના પાત્રતાના માપદંડો: |
- સંસ્થા ત્રણ વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઇએ.
- સંસ્થા GST નંબર/ પાનકાર્ડ ધરાવતી હોવી જોઇએ.
- સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રીક (ફીંગર પ્રિંટ) મશીન હોવું જોઇએ.
- નીટ, જેઇઇ માટે ફેકલ્ટી જે તે વિષયમાં M.Sc થયેલ હોવા જોઇએ.
- તાલીમ આપતી સંસ્થાની નોંધણી નીચેના પૈકી કોઈપણ એક અધિનિયમ હેઠળ થયેલ હોવી જોઈએ.
1.મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦
2.કંપની અધિનિયમ,૧૯૫૬
3.શોપ એન્ડિ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૮ (દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, ૧૯૪૮)
|