Top
આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્યબીસીકે-૬૨ : સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોતર સહાય યોજના (અંત્યેષ્ઠી સહાય)
પાત્રતાના માપદંડો
  • અરજદાર લાભાર્થીએ તેના કુટુંબની વ્યક્તિનાં મરણ પ્રસંગે તેના ગ્રામ્ય વિસ્તારનાં તલાટી કમ મંત્રી તેમજ શહેરી વિસ્તારમાં નગર પાલિકાના મુખ્ય અધિકારી પાસેથીં મરણ અંગેનું પ્રમાણપત્ર-દાખલો રજુ કરવાનો રહેશે.
  • કુટુંબના સભ્યના મૃત્યુ બાદ છ માસમાં અરજી કરવાની રહેશે.
આવક મર્યાદા
  • ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ.૪૭,૦૦૦/-
  • શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂ.૬૮,૦૦૦/-
સહાયનું ધોરણ
  • અનુ. જાતિના કુટુંબની વ્યક્તિના મરણપ્રસંગે ખર્ચમાં સહાયરૂપ થવા કફનકાઠી માટે રૂ. ૫૦૦૦/- ની સહાય.