Top
આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય


બીસીકે-પર : વાલ્મિકી, હાડી, નાડિયા, સેનવા, વણકર સાધુ, દલિત બાવા, તૂરીબારોટ, તીરગર/તીરબંદા, થોરી અને માંતગ જેવી સૌથી અતિપછાત જાતિઓને ગૃહનિર્માણ માટે નાણાંકીય સહાય (ડૉ. આંબેડકર આવાસ યોજના)
પાત્રતાના માપદંડો
  • ગ્રામ્ય વિસ્તાર માટે
    • જે લાભાર્થીઓને ઇન્દિરા આવાસ યોજના હેઠળ લાભ આપી શકાય તેમ ન હોય અને તેઓ ડૉ.આંબેડકર આવાસ યોજનાની અન્ય શરતો પરિપૂર્ણ કરતા હોય તેવા કિસ્સામાં આ યોજના હેઠળ સહાય ચૂકવવાની જોગવાઈ છે.
    • આવક મર્યાદા રૂ. ૪૭,૦૦૦/-
  • શહેરી વિસ્તાર માટે
    • લાભાર્થી વિધવા, વિકલાંગ ત્યકતા, શ્રમયોગી, હોવા જોઈએ બી.પી.એલ. હોય તો પ્રથમ અગ્રતા.
    • લાભાર્થી અનુ. જાતિનો હોવો જોઈએ.
    • લાભાર્થીની વાર્ષિક આવક રૂ.૬૮,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
    • લાભાર્થી પાસે પોતાની માલિકીનો પ્લોટ અથવા રહેવાલાયક ન હોય તેવું કાચુગારમાટીનું મકાન હોવું જોઈએ.
    • પ્લોટ ઓછામાં ઓછો ૨૫ ચો. વારનો હોવો જોઈએ.
સહાયનું ધોરણ
  • સહાયનું. ધોરણ શહેરી વિસ્તાર માટે રૂ.૪૫,૦૦૦/- લાભાર્થીનો શ્રમફાળો રૂ.૫,૦૦૦/- ફૂલ રૂ.૫૦,૦૦૦/-
  • ગ્રામ્ય વિસ્તાર માટે સહાયનું ધોરણ રૂ.૭૦,૦૦૦/-