યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો |
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના માટેકોમર્શીયલ પાયલોટ લાયસન્સ તાલીમ લેવા માટે રૂ.૨૫.૦૦લાખની લોન
|
લાયકાતના ધોરણો |
- ઉમેદવારે મેટ્રિક્યુલેશન અથવા હાયર સેકન્ડરી અથવા ઇન્ડિયન સ્કુલ ઓફ સર્ટિફીકેટ કેતેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ
- તાલીમ આપનાર સંસ્થાએ નક્કી કરેલ બધીજ શૈક્ષણિક , ટેકનીકલ તેમજ અન્ય જરૂરી લાયકાત ધરાવતા હોવા જોઇએ
|
વ્યાજનો દર |
- વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.નિયમિત લોન/વ્યાજ ભરવામાં કસુરવાર થયેથી ૨.૫ ટકા લેખે દંડનીય વ્યાજ
|
આવક મર્યાદા |
|
મહત્વના જરૂરી આધારો |
- જાતિનો દાખલો
- શાળા છોડ્યાનુ પ્રમાણપત્રી
- કુટુંબની આવકનો દાખલો, આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬
- શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ (ધો. ૧૦થી છેલ્લી પરીક્ષા સુધીના)
- પ્રવેશ આપવા અંગેનુ સંમતિપત્રક
- તાલીમ માટે થનાર ખર્ચના અંદાજો
- વિદેશમાં તાલીમ લેવાની હોય તો તાલીમાર્થીના પાસપોર્ટની નકલ,જે તે દેશના વીઝાની નકલ અને એર ટીકીટની નકલી
|
ફોર્મ કેવી રીતે ભરવુ : |
- આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર વિદ્યાર્થીએ નીચે જણાવેલ વેબસાઇટ પર જઇ ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે. ફોર્મ ભર્યા બાદ જરૂરી આધારો અપલોડ કરી, સબમીટ કરી ફોર્મની પ્રીન્ટ કાઢી અપલોડ કરેલા આધારો બિડાણ કરી વિદ્યાર્થીને લાગુ પડતી, જે તે જિલ્લા કચેરીમાં જમા કરાવવાનુ રહેશે
- વેબસાઇટ : www.esamajkalyan.gujarat.gov.in
- ઉપર મુજબની વેબસાઇટ પર જઇ Director Developing Cast Walfare પર જવુ. તેના પર વિદ્યાર્થીને માર્ગદર્શન માટે નિયત ફોર્મ જરૂરી આધારોની યાદી સાથે મળી જશે
- નિયત સમય મર્યાદામાં પુર્તતા પુર્ણ કરવાની રહેશે. વિદ્યાર્થીને પુર્તતા માટે પરત આવેલ અરજીઓ સમયમર્યાદામાં પુર્તતા પુર્ણ કરી મોકલવામાં નહી આવે તો અરજી આપો આપ નામંજૂર થઇ જશે.
|
લોન કેવી રીતે પરત કરવી |
- વિદ્યાર્થીને લોનની ચુકવણી થયાના એક વર્ષ પછી શરૂ કરવામાં આવશે
- લોનની રકમની પરત ચુકવણી ૧૦ વર્ષમાં મુદ્દલ અને ૨ વર્ષમાં વ્યાજ એમ મળી ૧૨ વર્ષમાં સંપુર્ણ રકમ ભરપાઇ કરવાની રહેશે.
|