Top
આર્થિક ઉત્કર્ષ



બીસીકે-૩પ : અનુસૂચિત જાતિના વિઘાર્થીઓ માટે પૂર્વ પરીક્ષા તાલીમ કેન્દ્રો અને સલગ્ન વ્યવસાય માટે સહાય
 
આ યોજના હેઠળ અનુસૂચિત જાતિઓ અન્ય પછાતવર્ગો અને લધુમતીઓના વિધાર્થીઓને ઇજનેરી, તબીબી, કૃષિલક્ષી, મેનેજમેન્ટ, માહિતી-પ્રાઘૌગિકી અને સેવા સંબંધિત અભ્યાસક્રમો જેવા તકનીકી અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો ચલાવતી ખાનગી તેમજ જાહેર ક્ષેત્રની સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા તેમજ કેન્દ્ર અને રાજય સરકારો, જાહેરક્ષેત્રના ઉપક્રમો, બેન્કો તેમજ ખાનગી ક્ષેત્રમાં જુદી જુદી સેવાઓમાં નિમણૂંક મેળવવા ખાસ પ્રશિક્ષણ પુરૂ પાડીને તેમને સહાય કરવાનો ઉદ્દે‍શ છે.
પાત્રતાના માપદંડો
આ યોજના હેઠળ તાલીમ આપવા પસંદગી પામવા માટે સંસ્થાની લાયકાત.
  • સંસ્થા સંબંધિત કાયદા હેઠળ નોંધાયેલ કોઇ ટ્રસ્ટ, કંપની, ભાગીદારીમાં ચાલતી પેઢી અથવા મંડળી હોવી જોઇએ.
  • આ યોજના હેઠળ જે અભ્યાસક્રમો ચલાવવા માટે સહાય માંગવામાં આવી હોય તે અભ્યાસક્રમો ચલાવવાનો જે તે સંસ્થાનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ.
આ યોજનામાં તાલીમાર્થી તરીકે પસંદગી પામવાની લાયકાત
  • અભ્યાસક્રમ માટેની પ્રવેશ પરીક્ષામાં વિધાર્થીએ નિયત કરવામાં આવેલી ન્યૂનતમ ટકાવારી જેટલા ગુણ મેળવેલા હોવા જોઇએ. વિધાર્થીની પસંદગી ગુણવતાના ધોરણે કરવામાં આવે છે. વાર્ષિક રૂ.૧.૦૦ લાખ સુધીની કૌટુંબિક આવક ધરાવતા વિધાર્થી પસંદગીને પાત્ર છે.
સહાયનું ધોરણ
(૧) ભારત સરકાર તરફથી સંસ્થાઓની પસંદગી થયેથી સંસ્થાઓ તાલીમ વર્ગો ચલાવે તો સ્વૈચ્છિક સંસ્થાઓને ભારત સરકારશ્રીએ ઠરાવ્યા મુજબ અનુદાન આપવાનું થાય છે. જેમાં કેન્દ્ર સરકારનો ૯૦ ટકા અને રાજય સરકારનો ૧૦ ટકા ફાળો રહેશે.
ડેટા ટેબલ સહાયનું ધોરણ
ક્રમ કોર્ષનું નામ મુદ્‍ત લમ-સમ ફી પ્રત્યેક કોર્ષ માટે પ્રત્યેક વિધાર્થીદીઠ સ્ટાઇપેન્ડ પ્રત્યેક વિધાર્થીદીઠ
        સ્થાનિક બહારના
સિવિલ સર્વિસીસ એકઝામીનેશન (યુપીએસસી) પ્રિલીમીનરી અને મેઇન કમ્બાઇન્ડ ડીફેન્સ સર્વિસીસઝ નેશનલ ડીફેન્સ એકેડેમી અને ડીફેન્સ અને સંબંધિત સેવાઓ (વર્ગ - ૧ ) અથવા સમકક્ષ સેવાઓ (રાજય કેન્દ્ર શાસિત પ્રદેશ અને જાહેર ઉપક્રમો અને ખાનગી ક્ષેત્રમાં જગ્યાઓ ૩-૬ માસ રૂ.૮૦૦૦/- રૂ.૨૨૫/- રૂ.૭૦૦/-
કેન્દ્ર / રાજય કેન્દ્ર શાસિત પ્રદેશોની ગુપ - બી અથવા સમકક્ષ સેવાઓ, ખાનગી જાહેર ક્ષેત્રની અન્ય સેવાઓ ૩-૬ માસ રૂ.૬૦૦૦/- રૂ.૧૨૫/- રૂ.૩૭૫/-
વ્યવસસ્થાપક અભ્યાસક્રમો જેવા કે એન્જીનીયરીંગ / મેડીકલ / આઇ.ટી / ટેકનીકલ / એગ્રીકલ્ચર / મેનેજમેન્ટની પ્રાવેશીક પરીક્ષાઓ, સ્પેશ્યલ કલાસ રેલ્વે એપ્રેન્ટીસ અને જાહેર / ખાનગી ક્ષેત્રની અન્ય સેવાઓ ૩-૬ માસ રૂ.૬૦૦૦/- રૂ.૧૨૫/- રૂ.૩૭૫/-
 
(૨) ભંડોળ પુરૂ પાડવા બાબત : - પસંદ કરાયેલી સંસ્થાઓને અભ્યાસક્રમ દીઠ વિધાર્થીઓની સંખ્યાને આધારે કરાર આધારિત મંજૂર કરવામાં આવ્યા મુજબનું ભંડોળ ચૂકવવામાં આવશે. પ્રશિક્ષણ કાર્યક્રમો ચલાવતા બિનસરકારી સંગઠનો, યુનિર્વસિટીઓ તથા સંસ્થાઓને ૯૦:૧૦ ના ગુણોત્તરમાં હિસ્સેદારીના ધોરણે સહાય ચૂકવવામાં આવશે. જેમાં ખર્ચનો ૯૦ ટકા હિસ્સો કેન્દ્ર સરકાર તથા બાકીનો ૧૦ ટકા હિસ્સો સંબંધિત રાજય/ સંધપ્રદેશ ભોગવશે. રાજય સરકારશ્રી ઘ્વારા ચલાવવામાં આવતી સંસ્થાઓને ૫૦:૫૦ ના ધોરણે કેન્દ્રીય સહાય ચૂકવવામાં આવશે. જયારે સંધપ્રદેશને ૧૦૦ ટકા સહાય ચૂકવવામાં આવશે. આ માટેનું અનુદાન બે સમાન હપ્તામાં છૂટું કરી શકાશે.
 
ગુજરાત સરકારના તા.૧૮/૭/૨૦૦૫ ના ઠરાવ ક્રમાંકઃ પીએમએસ/૧૦૨૦૦૫/ન.બા/ ૨૯/ગ થી આ યોજના વર્ષ ૨૦૦૬-૦૭ થી અમલમાં મૂકવામાં આવી છે.