યોજનાનું નામ: SCW – 11 અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભરતી પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ સહાય યોજના |
યોજના શરૂ થયાનું વર્ષ: ૨૦૧૭-૧૮ |
યોજનાનો હેતુ : |
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને યુપીએસસી/જીપીએસસી/યુપીએસસી/
જીપીએસસી/સ્ટેટ કમિશન/કમિશન/બેંક/એલઆઈસી/આઈસી/ગૌણ સેવા
પસંદગી મંડળ/જિલ્લા પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાતી વર્ગ – ૧,૨ અને
૩ની રાજ્ય સરકાર અને કેન્દ્રા સરકારની તમામ ભરતી પરીક્ષાઓની પૂર્વ
તૈયારી માટે વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે. |
પાત્રતાના માપદંડો: |
વિદ્યાર્થીના પાત્રતાના માપદંડો: |
- વિદ્યાર્થી અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
- સ્નાતકની પરીક્ષા ૫૦% કે તેથી વધુ ગુણ સાથે પાસ કરેલી હોવી જોઈએ.
- પુરુષ હોય તો મહત્તમ ૩૫ વર્ષ અને સ્ત્રી હોય તો મહત્તમ ૪૦ વર્ષ વયમર્યાદા રહેશે.
- અરજદારશ્રી અથવા અરજદારશ્રીના માતા કે પિતા સરકારી નોકરી ધરાવતા ન હોવા જોઈએ.
- અરજદાર તાલીમ દરમ્યાન અન્ય સ્થળે પૂર્ણ સમયનો અભ્યાસ, નોકરી/ધંધો વિગેરે કરી શકશે નહિ.
- અરજદારશ્રીને આ યોજનાનો લાભ ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે.
|
સંસ્થાના પાત્રતાના માપદંડો: |
- સંસ્થા ત્રણ વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઇએ.
- સંસ્થા GST નંબર/ પાનકાર્ડ ધરાવતી હોવી જોઇએ.
- સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રીક (ફીંગર પ્રિંટ) મશીન હોવું જોઇએ.
- સ્પર્ધાત્મક ભરતી પરીક્ષા માટે ફેકલ્ટી ઓછામાં ઓછા સ્નાતક તથા સામાન્ય જ્ઞાનથી માહિતગાર હોવા જોઇએ.
- તાલીમ આપતી સંસ્થાની નોંધણી નીચેના પૈકી કોઈપણ એક અધિનિયમ હેઠળ થયેલ હોવી જોઈએ.
|
1.મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦ |
2.કંપની અધિનિયમ,૧૯૫૬ |
3.શોપ એન્ડિ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૮ (દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, ૧૯૪૮) |
સહાયનું ધોરણ : |
આ યોજના હેઠળ રૂ.૨૦,૦૦૦/- (અંકે રૂપિયા વીસ હજાર) અથવા ખરેખર ચૂકવવાની
થતી ફી એ બેમાંથી જે ઓછી હોય તે વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સીધા DBT (ડાયરેકટ બેનીફીટ ટ્રાન્ફસર) થી જમા થાય છે. |