| બીસીકે-૩રએ ડૉ. પી. જી. સોલંકી એમ.એસ. / એમ.ડી.ડૉકટરોને સર્જિકલ નર્સિંગહોમ / દવાખાનું શરૂ કરવા નાણાકીયલોન / સહાય યોજના |
| યોજનાનો હેતુ |
- ર્ડા.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતકો (એમ.ડી/એમ.એસ) ને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે રૂ. ૩,૦૦,૦૦૦/- લાખ લોન ૪% દરે અને રૂ.૧,૦૦,૦૦૦/-ની સહાય આપવામાં આવે છે.
- યોજના શરૂ થયાનું વર્ષ:૧૯૮૨
|
| પાત્રતાના માપદંડો |
- કોઈ આવક મર્યાદા નથી.
- સરકાર તરફથી આપવામાં આવેલ માર્જિન મની માટેની લોન સહાય જે હેતુ માટે આપવામાં આવે તે હેતુ માટે જ ઉપયોગ કરવાની રહેશે. જો કોઈ બીજા હેતુ માટે ઉપયોગ થયાનું માલુમ પડશે તો લોન સહાયની અપાયેલ રકમ ચુકવ્યાની તારીખથી એકી સાથે દંડનીય વ્યાજ સહિત વસુલ કરવામાં આવશે અને જરૂર પડ્યે મહેસૂલી રાહે પણ વસુલ કરવામાં આવશે.
- મંજૂર કરેલ લોન અરજદારે બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થા પાસેથી લીધેલ લોન તેના પરના વ્યાજ સહિતના હપ્તા પૂરા થાય તે પછી અથવા તો આઠ વર્ષ પછી, બેમાંથી જે વહેલું હોય ત્યારથી લોન અને ભેગું થયેલું વ્યાજ સરખા માસિક હપ્તાઓમાં ચાર વર્ષના ગાળામાં વસુલ કરવામાં આવશે.
- લેણી બાકી રકમ નિયત સમય કરતાં વહેલી ભરપાઈ કરવા કરજદારને છૂટ રહેશે.
- અરજદારને મંજૂર કરવામાં આવેલ લોન નિયત સમયથી ભરપાઈ કરવામાં કસુર થશે તો ચડતર હપ્તાઓ સાથે ૨.૫% લેખે દંડનીય વ્યાજ લેવામાં આવશે.
- આ યોજનાનો લાભ લેનાર અરજદાર સરકારશ્રીની આવી કોઈ સરખા પ્રકારની યોજનાનો લાભ મેળવવા પાત્ર રહેશે નહીં.
- સ્નાતક કક્ષાના મેડિકલ (એમ.બી.બી.એસ., બી.એસ.એ.એમ., બી.એ.એમ.એસ. અને બી.ડી.એસ. (ડેન્ટલ)) ડિગ્રી મેળવેલ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટેની લોન/સહાય યોજના હેઠળ લાભ લીધેલ હોય તો તેવા અનુસૂચિત જાતિના અનુસ્નાતક પદવી ધરાવતા ડોકટરોને આ યોજના હેઠળ કોઈ લોન/સહાયનો લાભ મળશે નહીં.
|
| સહાયનું ધોરણ |
- : રૂ. ૩,૦૦,૦૦૦/- લાખ લોન ૪% દરે અને રૂ.૧,૦૦,૦૦૦/-ની સહાય
|