બાળ કલ્યાણના કાયદાઓ અને સંલગ્ન કામગીરી
બાળ કલ્યાણના કાયદાઓ અને તે અન્વયે કરવામાં આવતી કામગીરી
- બાળ ન્યાય (સંભાળ અને રક્ષણ) અધિનિયમ, ૨૦૧૫ (ધ જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન) એક્ટ, ૨૦૧૫) કાયદા અન્વયે સંભાળ અને રક્ષણ તેમજ કાયદા સાથે સંઘર્ષમાં આવતા બાળકોના સંભાળ, રક્ષણ અને પુન:વસન અંગેની કામગીરી.
- બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ, ૨૦૦૬ કાયદા અન્વયે બાળ લગ્ન અંગે સમાજમાં જાગૃતિ લાવવી અને બાળ લગ્ન ન થાય તે માટે પ્રચાર-પ્રસાર કરવો અને બાળ લગ્ન અટકાવવા અંગેની કામગીરી.
- પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ-૧૯૫૮ અન્વયે યુવાન ગુનેગારોને પ્રથમ ગુનામાં સુધારવાની તક અંગેની કામગીરી.
- બાળ કલ્યાણને લગતી અન્ય કામગીરી:-
- ૧. સંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS)/મિશન વાત્સલ્ય યોજનાના અમલીકરણ તેમજ તે અન્વયેના મહેકમ વિષયક કામગીરી
- ૨. રાષ્ટ્રીય પારિતોષિક (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
- ૩. પાલક માતા-પિતાની યોજના
- ૪. Sero positive illness થી ગ્રસ્ત /અસર ગ્રસ્ત બાળકોની શિષ્યવૃતિ આપવાની યોજના
- ૫. દત્તક સંસ્થાઓને માન્યતા આપવાની કામગીરી
- ૬. ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગની તમામ મહેકમ અને સેવા વિષયક કામગીરી
- ૭. ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટીના તમામ મહેકમ અને સેવા વિષયક કામગીરી
- મેન્ટેનન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરેન્ટસ એન્ડ સિનીયર સીટીઝન એક્ટ-૨૦૦૭ અન્વયે વૃધ્ધ માતા-પિતાના ભરણપોષણ, કલ્યાણ તથા વૃધ્ધ નાગરીકોના સંરક્ષણ, હક્કો માટેનો કાયદો અંગેની કામગીરી.
- ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના ( વયવંદના યોજના)
- સંકટમોચન (રાષ્ટ્રીય કુંટુંબ સહાય) યોજના/ નેશનલ ફેમિલી બેનિફિટ યોજના
- નિરાધાર વૃધ્ધોને રાજય સરકારની આર્થિક સહાય યોજના
- ગુજરાત ભિક્ષા પ્રતિબંધક ધારો-૧૯૫૯ અન્વયે મહાનગરપાલિકા વિસ્તારમાં ભિક્ષા નાબૂદી અને ભિક્ષૂકોના પુન:વસન અંગેની કામગીરી.
- કેદી સહાય યોજના
- નશામુક્તિ સંબંધિત કામગીરી: સ્કીમ ઓફ આસીસ્ટન્સ ફોર પ્રિવેન્શન ઓફ આલ્કોહોલીઝ્મ એન્ડ સબસ્ટન્સ (ડ્ર્ગ્સ) એબ્યુઝ.
- ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના(રક્ષણના હક)નો કાયદો, ૨૦૧૯ અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના(રક્ષણના હક)ના નિયમો ૨૦૨૦ને સંલગ્ન કામગીરી ઉપરાંત ટ્રાન્સજેન્ડર કોમ્યુનીટીને લગતી કામગીરી.