Top
ગ – શાખા (અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીને યોજનાને લગતી કામગીરી)
  • અનુ.જાતિની શૈક્ષણિક સંસ્‍થાઓ (નિવાસી શાળાઓ / છાત્રાલયો / આશ્રમશાળાઓ) ને લગતી મહેકમ અને અપીલ સહિતની બધી જ કામગીરી.
  • અનુ.જાતિ માટેની શૈક્ષણિક સંસ્‍થાઓને લગતી નીતિવિષયક હોય તેવી બાબતો.
  • અનુસૂચિત જાતિના તથા વિચરતી અને વિમુક્ત જાતિઓ (જેનો સામા‍જિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં સમાવેશ ન થયો હોય)ના લોકો માટે યોજનાઓ બનાવવી, કેન્‍દ્રીયકૃત તેમજ કેન્‍દ્રીય પુરસ્‍કૃત યોજનાઓ સહિત, બધી જ યોજનાઓ મંજુર કરવી, ચાલુ રાખવી, નાણાંની જોગવાઈ સૂચવવી તથા યોજનાઓનું અમલીકરણ કરાવવું (ગૃહ નિર્માણ યોજના સિવાય).
  • અનુ.જાતિઓને લગતા ઓડીટ ફકરા તથા પી.એ.સી. પારાના જવાબ આપવા.
  • અનુ.જાતિઓની ચાલુ યોજનાઓની મંજૂરી અંગેની કાર્યવાહી.
  • અનુ.જાતિઓના લોકો માટે બધી જ યોજનાઓ વિશેની કામગીરી તથા વિભાગો સાથેનું સંકલન.
  • અનુ.જાતિના લોકોને લગતી ૨૦ મુદ્દાઓમાં આવરી લેવાયેલ યોજનાઓ વિશેની માહિતી આપવા બાબત.
  • મંત્રીશ્રીઓની પરામર્શ સમિતિને લગતી અનુ.જાતિ પૂરતું જ કામકાજ.
  • ગુજરાત સફાઈ કામદાર નિગમને લગતી બધી જ કામગીરી.