Top
અનુસૂચિત જાતિ પેટા યોજના
 
ખાસ અંગભૂત યોજનાનો ખ્યાલ અનુસૂચિત જાતિઓના વિકાસ અને પછાત વર્ગોના કલ્યાણ સેકટર હેઠળ માત્ર યોજનાઓ ઘડવાથી સિધ્ધ ન થઇ શકે પરંતુ તે માટે બહુક્ષેત્રિય , બહુવિભાગીય અભિગમ અપનાવવાની જરૂરીયાત છે. તેનો વિચાર સ્વ. વડા પ્રધાન શ્રીમતિ ઇન્દિરા ગાંધીએ મુખ્ય મંત્રીશ્રીઓની પરિષદને સંબોધતી વખતે સને ૧૯૭૫માં વહેતો મૂક્યો હતો. અને તેમણે કહયું હતુ કે રાજ્યમાં સામાન્ય પછાત વર્ગ પ્રત્યે બધા જ વિકાસ ખાતાં પુરેપુરા જાગ્રુત નહીં થાય ત્યાં સુધી રાજ્યનું કોઇ એક ખાતું તેમાં ઝાઝી પ્રગતિ સાધી નહીં શકે, આમ ખાસ અંગભૂત યોજના એ પંચવર્ષિય યોજના અંદરની યોજના છે. અને તેમાં દરેક વિભાગ અનુસૂચિત જાતિઓના વિકાસ માટે જરૂરીયાત આધારિત કાર્યક્રમો ઘડે છે. આનુષાંગિક યોજનાઓ માટે ખાસ નાંણાકીય જોગવાઇઓ અને ભૌતિક લક્ષ્યાંકો નિયત કરવામાં આવે છે. અને તેના વિભાગીય કાર્યક્રમોમાં તેનો સમાવેશ કરે છે. આમ જુદા જુદા વિભાગોની ખાસ જોગવાઇ અને  લક્ષ્યાંકો એકત્રિત કરીને રાજ્યની  અનુસૂચિત જાતિ પેટા યોજના તરીકે રજુ કરવામાં આવે છે. તદ્ ઉપરાંત તા.૧૯-૪-૧૯૮૦ ના રોજ મળેલ આયોજન પંચની બેઠકમાં નકકી કરવામાં આવ્‍યુ હતુ કે છઠ્ઠી પંચવર્ષિય યોજનામાં પાંચ વર્ષ દરમ્યાન દરેક રાજ્યમાંથી અનુસૂચિત જાતિની ૫૦% વસ્તીને વિકાસ કાર્યક્રમમાં આવરી લઇને તેમને ગરીબી રેખાથી ઉપર લાવવા પ્રયત્ન કરવો. અને રાજ્યના બજેટમાં ૭% રકમ અનુસૂચિત જાતિઓ માટે અલગ કાઢીને ખર્ચવી તેવું ઠરાવવાથી ૧૯૭૧ની વસતિ ગણતરી મુજબ રાજ્યની અનુસૂચિત જાતિની કુલ વસતિ ૧૮.૨૫ લાખ હતી તેના ૫૦% વસતિને ગરીબી રેખા ઉપર લઇ જવા માટે રાજ્યની અનુસૂચિત જાતિની વસતિવાળા ગામો પૈકી જે ગામોમાં અનુસૂચિત જાતિની ૨૫૦ કે તેથી વધુ વસતિ છે તેવા ગામોની કુલ વસતિ ૫૦ ટકા જેટલી થાય છે.
 
૧૪૧૧ ગામોને પાંચ વર્ષમાં એટલેકે સને ૧૯૮૦-૮૧ થી ૧૯૮૪-૮૫ દરમ્યાન આવરી લેવાનું તથા દરેક જીલ્લામાં ૨૫૦ કે તેથી વધુ વસતિ ધરાવતા ગામોમાં રહેતા અનુસૂચિત જાતિના કુંટુબોની આર્થિક, સામાજિક માહિતી એકત્ર  કરવાનું વિચારવામાં આવ્યુ આવા દર વર્ષે ૨૦ ટકા ગામો પસંદ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આમ ૧૪૧૧ ગામોમાંથી સને ૧૯૮૦-૮૧માં ૨૮૫ ગામો, સને ૧૯૮૧-૮૨માં ૩૧ ગામો, સને ૧૯૮૨-૮૩ માં ૪૩૮ ગામો, સને ૧૯૮૩-૮૪માં ૩૭ ગામો, અને સને ૧૯૮૪-૮૫માં ૫ ગામો મોજણી માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ મોજણીનું કામ ગુજરાત વિધાપીઠ સંચાલિત આદિજાતિ સંશોધન અને તાલીમ કેન્દ્ર દ્વારા કરવાંમાં આવ્યું હતુ.
 
સને ૨૦૦૧ની વસતિ ગણતરી મુજબ રાજ્યની ૫.૦૭ કરોડની કુલ વસતિમાં અનુસૂચિત જાતિની વસતિનું વિશિષ્ટ લક્ષણ એ છે કે, રાજ્યના પૂર્વ વિભાગમાં આવેલા ૮ જીલ્લાઓમાં કેન્દ્રીત થયેલ આદિજાતિ વસતિથી ઉલટુ છે અનુસૂચિત જાતિની વસતિ રાજ્યના બધા જ જીલ્લાઓમાં મોટા પ્રમાણમાં પથરાયેલ છે. પરંતુ અનુસૂચિત જાતિની વસતિના છુટા છવાયા સ્વરૂપને લીધે આદિજાતિ વિકાસની પેટર્ન અપનાવવી અનુકૂળ પડતી નથી. તેથી અનુસૂચિત જાતિ પેટા યોજનામાં કુટુંબલક્ષી યોજનાઓનું તત્વ વિશેષ પ્રમાણમાં રહેવાનું.
 
અનુસૂચિત જાતિ પેટા યોજનાઓ માટેની વહીવટી વ્યવસ્થા
 1. કેન્દ્ર સરકારમાં અનુસૂચિત જાતિ પેટા યોજનાની બધી રાજ્ય સરકારો અને કેન્દ્રીય મંત્રાલય અનુસૂચિત જાતિની વસતિને તેનો લાભ મળે તે રીતે તૈયાર કરીને તેનો અમલ કરે તે સુનિશ્ચિત  કરવા માટે કલ્યાણ મંત્રાલયને મધ્યવર્તી મંત્રાલય તરીકે નામાભિધાન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં આ કામગીરી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને સોપવામાં આવી છે. દરેક વિભાગે પંચવર્ષિય અને વાર્ષિક યોજનાના ભાગરૂપે અનુસૂચિત જાતિ પેટા યોજનાનું ઘડતર કરી અમલમાં મુકવાની છે. અને આમ દરેક વિભાગો   અનુસૂચિત જાતિ પેટા યોજનાને યોગ્ય રીતે તૈયાર કરી વ્યવસ્થિત રીતે અમલીકરણ કરે તે માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે દેખરેખ રાખવાની છે.
 2. અનુસૂચિત જાતિ પેટા યોજનાના અસરકારક અમલીકરણ માટે રાજય સરકારે નીચે મુજબ પગલાં લીધેલ છે.
  • અનુસૂચિત જાતિ પેટા યોજનાઓના અમલીકરણ અંગે સમીક્ષા માટે માન. મુખ્ય મંત્રીશ્રીના અધ્યક્ષપદે ઉચ્ચાધિકાર સમિતિની રચના કરવામાં આવી છે.
  • અનુસૂચિત જાતિ પેટા યોજનાઓના અમલની દેખરેખ અને નિયમન માટે જીલ્લા કક્ષાએ સમાજ કલ્યાણ ખાતાના વર્ગ-૧ ના અધિકારી અને જરૂરી વહીવટી સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે.
  • અનુસૂચિત જાતિ પેટા યોજનાની સામાયિક સમીક્ષા માટે કલેકટરના અધ્યક્ષપદે જિલ્લા અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી છે.
  • સને ૧૯૮૩-૮૪ થી અનુસૂચિત જાતિ પેટા યોજનાની જુદી જુદી યોજનાઓની અંદાજ પત્રની જોગવાઇઓ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અલગ માંગણીઓ હેઠળ એકત્રિત કરાય છે. આમ કરવા પાછળનો હેતુ જોગવાઇ કરાયેલ રકમનો પુરેપુરો ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે. આથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ જુદા જુદા  વિભાગોની જરૂરીયાતો તથા ખરેખર ખર્ચના આધારે સેકટર, સબ સેકટર વચ્ચેનો પુન: વિનિયોગ સ્થાપી શકશે.
  • અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમ લી. હિતાધિકારીલક્ષી આવક નિર્માણ કરતી યોજનાઓનો યોગ્ય અમલ સુનિશ્ચિત કરવા માટે ઉભુ કરવામાં આવ્યું છે.
  • રાજ્ય સરકાર  હિતાધિકારીલક્ષી આવક નિર્માણ કરવાનું આયોજન મોટા પાયા ઉપર હાથ ધર્યુ છે આ માટે ખાસ કેન્દ્રીય સહાય ઉપયોગમાં લેવામાં આવે છે.
  • અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમે અનુસૂચિત જાતિના કુટુંબોને ગરીબી રેખાથી ઉપર લાવીને સહાય આપી પોતાની પ્રવ્રુત્તિઓ વેગીલી બનાવી છે.
  • અનુસૂચિત જાતિના દરેક  કુટુંબને આર્થિક જરૂરીયાતો તથા અનુસૂચિત જાતિની મહિલાઓની આવશ્યકતા મુકરર કરવા  અનુસૂચિત જાતિના ૨૫૦ અને તેથી વધુ  વસતિ  ધરાવતા ૨૮૩૯ ગામોની યાદી તૈયાર કરી દરેક વિભાગ તથા તમામ કલેકટરશ્રીઓને મોકલી આપવામાં આવેલ છે.
Click on the link to view the Schemes/ Programmes covered under Special Component Plan
Click on the link to view the : Scheduled Caste Sub Plan 2018-19 ડાઉનલોડ ફાઈલ