| બીસીકે-૩રબી ડૉ. પી. જી. સોલંકી, કાયદાના સ્નાતકોને વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા લોન સહાય યોજના |
| યોજનાનું નામ: ડૉ.પી.જી. સોલંકી કાયદા સ્નાતકોને લોન / સહાય યોજના |
| યોજનાનો હેતુ : |
| અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને વ્યવસાયનુ સ્થળ/ દુકાન ખરીદવા માટે રૂ.૭૦૦૦/- લોન અને રૂ.૫૦૦૦/- સહાય આપવામાં આવે છે. |
| યોજના શરૂ થયાનું વર્ષ:૧૯૭૩ |
| પાત્રતાના માપદંડો: |
- અરજદારશ્રી કાયદાના સ્નાતક હોવો જોઈએ.
- વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૬,૦૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૬,૦૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
- બાર કાઉન્સીલ તરફથી મળેલ રજીસ્ટ્રેશન નંબર અને તારીખ (રજીસ્ટ્રેશન પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સાથે જોડવી)
- આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના મૂળ વતની જ આપવામાં આવશે.
|
| સહાયનું ધોરણ : |
| કાયદા સ્નાતકોને વ્યવસાયનુ સ્થળ/ દુકાન ખરીદવા માટે રૂ.૭૦૦૦/- લોન અને રૂ.૫૦૦૦/- સહાય |