Top
વિકલાંગ કલ્યાણ યોજના



રાજ્ય પારિતોષિક
 
  • દિવ્યાંગોના કલ્યાણ અર્થે શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરતી બે સંસ્થા અને બે વ્યક્તિઓને રાજ્ય પારિતોષિક આપવાની યોજના હેઠળ પસંદગી પામેલ
    • સંસ્થાગત :- પ્રથમક્રમને રૂ. ૫૦૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર 
                  દ્રિતિય ક્રમને રૂ. ૪૫૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર
    • વ્યક્તિગત :- પ્રથમક્રમને રૂ. ૨૦૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર
                   દ્રિતિય ક્રમને રૂ. ૧૫૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર.
  • આ યોજનાનો લાભ વેતન મેળવતા કર્મચારી, સંસ્થાને મળવાપાત્ર નથી.  
  • દિવ્યાંગ બાળકના પ્રત્યેક વાલી/મા-બાપને રાજ્ય પારિતોષિક યોજના
ડેટા ટેબલ વિકલાંગ બાળકના પ્રત્યેક વાલી / મા-બાપને રાજય પારીતોષિતક યોજના
અ.નં. દિવ્યાંગતાનો પ્રકાર પુરસ્કારની વિગત
માનસિક ક્ષતિ માટે(ઓટિઝમ, સીપી,બહુદિવ્યાંગતા અને મંદબુદ્ધિ) કોઇપણ એક સંવર્ગ માટે વાલી- માબાપને રૂ. ૧૦૦૦૦/- રોક્ડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર
મૂક બધિર માટે (મૂક અને બધિર બંન્ને દિવ્યાંગતા સાથે હોય તેવા) વાલી- માબાપને રૂ. ૧૦૦૦૦/- રોક્ડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર
દ્રષ્ટિહિન માટે(લઘુ દ્રષ્ટિ, પૂર્ણ અંધ બંન્ને માંથી કોઇ એક સંવર્ગને) વાલી- માબાપને રૂ. ૧૦૦૦૦/- રોક્ડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર
અસ્થિવિષયક દિવ્યાંગત (૬૦ ટકાથી ઉપરની અસ્થિવિષયક દિવ્યાંગતા ધરાવતા હોય તેવા એક દિવ્યાંગ માટે) વાલી- માબાપને રૂ. ૧૦૦૦૦/- રોક્ડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર
માપદંડો
  • જન્મથી કે પાંચ વર્ષની ઉંમરના સમયગાળામાં બાળક દિવ્યાંગ થયેલ હોય તેવા બાળકના વાલી/મા-બાપ એવોર્ડ મેળવવાની પાત્રતા ધરાવી શકશે.
  • દિવ્યાંગ વ્યક્તિના વાલી/મા-બાપ એવોર્ડ મેળવવાની પાત્રતા ધરાવી શકશે.
  • પોતાના બાળક માટે કે સમાજના અન્ય બાળકોના વિકાસ માટે વિશિષ્ટ કાર્યમાં જોડાઇ શિક્ષણ, વોકેશનલ ટ્રેનીંગ કે રમત ગમતના ક્ષેત્રે કોઇ વિશિષ્ટ યોગદાન આપેલ હોય તેવા વાલી/મા-બાપ એવોર્ડ મેળવવાની પાત્રતા ધરાવી શકશે.
  • બાળકનું સામાજિકરણ શરૂ કરી શિક્ષણ અને તાલીમ આપી સ્વાવલંન ક્ષેત્રમાં મેળવેલ સિધ્ધી માટે વાલી/મા-બાપે આપેલ યોગદાનને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • જે બાળકને શિક્ષણ અને તાલીમ આપેલ હોય અને તે બાળકે વિશિષ્ટ પ્રકારની સિધ્ધી હાંસલ કરેલ હોય અને સમાજમાં રોલ મોડલ તરીકે ઉભરાઇ આવેલ હોય તેવા બાળકના વાલી/મા-બાપને પ્રાધાન્ય આપવામાં આવશે અને તેઓ ખાસ પાત્રતા ધરાવશે.
  • આ એવોર્ડ એક કે તેથી વધુ બાળક હોય તેવા વાલી/મા-બાપને ફક્ત એક જ બાળક માટે પુરસ્કૃત મળવાપાત્ર થશે.
  • વાલીએ દિવ્યાંગતાના લાભાર્થે તેમજ જાગૃત્તિ માટે કોઇ કાર્ય કર્યું હોય, વાલી મંડળ ચલાવતા હોય અથવા વાલી મંડળની પ્રવૃત્તિમાં સક્રીય હોય તેવો ખાસ પાત્રતા ધરાવશે.