દિવ્યાંગ લગ્ન સહાય મેળવવાની પાત્રતા? |
- કન્યાની ઉંમર ૧૮ વર્ષ થી વધુ અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઈએ.
|
- યોજનાનો લાભ ફક્ત એક જ વખત (લાભાર્થી દીઠ મળવાપાત્ર રહેશે)
|
- આ યોજનામાં લગ્ન થયાની તારીખથી ૨ વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
|
- બે અલગ અલગ જિલ્લામાં રહેતી દિવ્યાંગ વ્યક્તિના લગ્નના કિસ્સામાં દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ મેળવવા માટેની અરજી દંપતિએ લગ્ન બાદના દિવ્યાંગ દંપતિના કાયમી વસવાટના જિલ્લામાં કરવાની રહેશે. અરજી મંજૂર જિલ્લાના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ અન્ય જિલ્લાના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને અરજી મંજૂર કર્યા અંગેની જાણ કરવાની રહેશે
|
- દિવ્યાંગ અરજદાર અન્ય રાજ્યમાંથી દિવ્યાંગ સ્ત્રી સાથે લગ્ન કરે તેવા કિસ્સામાં બન્ને દિવ્યાંગ પતિ –પત્નીને આ યોજનાનો લાભ નિયત પુરાવા રજૂ કર્યેથી મળવા પાત્ર રહેશે. દિવ્યાંગ અરજદાર અન્ય રાજ્યમાથી દિવ્યાંગ સ્ત્રી જોડે લગ્ન કરે તેવા કિસ્સામાં અરજદાર સ્ત્રી પાસેથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ સ્ત્રી લાભાર્થીએ તેના રાજયમાંથી દિવ્યાંગ લગ્ન સહાય મેળવેલ નથી તે અંગેની બાહેંધરી મેળવી લેવાની રહેશે.
|
- આ યોજના નો લાભ નીચે મુજબની ટકાવારી અને દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને મળવાપાત્ર છે.
|
ક્રમ નં | દિવ્યાંગતા | દિવ્યાંગતાની ટકાવારી | ૧ | અંધત્વ , ઓછી દ્રષ્ટી, આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય, રક્તપિત-સાજા થયેલ , એસીડના હુમલાનો ભોગ બનેલા, હલન ચલન સાથેની અશકતતા , સેરેબલપાલ્સી, વામનતા, બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ | ૪૦ ટકા કે તેથી વધુ | ૨ | સાંભળવાની ક્ષતિ | ૭૧ થી ૧૦૦ ટકા | ૩ | ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ, સામાન્ય ઇજા જીવલેણ રક્તસ્ત્રાવ, ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા , બૌધ્ધિક અસમર્થતા, હિમોગ્લોબિનની ઘટેલી માત્રા, દીર્ધ કાલીન અનેમિયા, માનસિક બિમાર, ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા, વાણી અને ભાષાની અશકતતા, ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ, મલ્ટીપલ ડિસેબીલીટીઝ | ૫૦ ટકા કે તેથી વધુ | |
મળવાપાત્ર સહાય? |
- આ યોજના હેઠળ દિવ્યાંગ થી દિવ્યાંગ વ્યક્તિ એક બીજા સાથે લગ્ન કરે ત્યારે યુગલ દીઠ રૂ.૭૫૦૦૦/- + રૂ.૭૫૦૦૦/- મળી કુલ રૂ.૧,૫૦,૦૦૦/- સહાય મળવા પાત્ર છે.
|
- દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિ એક બીજા સાથે લગ્ન કરે તેવા કિસ્સામાં દિવ્યાંગ વ્યક્તિને રૂ. ૭૫૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.
|
આ યોજનામાં અરજી પત્રક: |
- આ યોજના હેઠળ esamajkalyan.gujarat.gov.inપોર્ટલ પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે તેમજ આ યોજનનો લાભ ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપરથી ડીજીટલ સેવા સેતુ અંતર્ગત ઇ-ગ્રામ કેન્દ્રો " મારફતે માત્ર એક જ દિવસમાં અપાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
|
- ઓનલાઇન અરજીઓની ચકાસણી કરી મંજુર કરવાની સત્તા સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની છે.
|