Top
વિકલાંગ કલ્યાણ યોજનાદિવ્યાંગો માટે ઇલેક્ટ્રીક સ્કુટર ખરીદવાની યોજના
 
પાત્રતાના માપદંડ
  • ૧૮ થી ૫૦ વર્ષના દિવ્યાંગ વ્યક્તિ કે જેની અસ્થિવિષયક દિવ્યાંગતાની ટકાવારી ૪૦ ટકા કે તેથી વધુ હોય
  • બી.પી.એલ યાદીમાં ૦ થી ૨૦ નો સ્કોર ધરાવનાર વિકલાંગ વ્યક્તિ.
  • અસ્થિવિષયક દિવ્યાંગતા ધરાવતા સ્ત્રી કે પુરુષ બંન્નેને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે..
સહાયનું ધોરણ
દિવ્યાંગોને ઇલેક્ટ્રીક સ્કુટર ખરીદવાની યોજના હેઠળ સ્કુટરની બેઝીક કિંમત + ડીસેબલ કીટના ૫૦ ટકા અથવા રૂ. ૨૫૦૦૦/- ની મર્યાદામાં સહાય ચુકવવામાં આવે છે.
રજુ કરવાના ડોક્યુમેન્ટ
  • જિલ્લા સિવિલ સર્જનશ્રીનું વિકલાંગતાની ટકાવારી દર્શાવતું મેડીકલ પ્રમાણપત્રની ઝોરોક્ષ/દિવ્યાંગતા ઓળખપત્રની નકલ.
  • ઉંમરનો દાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/.
  • બી.પી.એલ કાર્ડની નકલ.
  • આધાર કાર્ડની નકલ/રેશનકાર્ડની નકલ.