Topસિઘ્ધીઓ
 
ગુજરાત રાજ્યમાં અપંગોના કલ્યાણ માટે વિવિધ યોજના/ પ્રવૃત્તિઓ અમલમાં છે. અપંગોના કલ્યાણ માટે સરકારી તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ મારફતે તેમજ વ્યક્તિગત રીતે રાજ્યમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
અપંગોના કલ્યાણ, શિક્ષણ, તાલીમ અને પુનઃ સ્થાપનની કામગીરીમાં સ્વૈચ્છિક તથા સેવાભાવી વ્યક્તિઓનો સિંહફાળો અગ્રેસર રહ્યો છે. આવી પ્રવૃત્તિને રાજ્ય સરકાર દ્વારા વેગ આપવા માટે વિકલાંગોના કલ્યાણક્ષેત્રે શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરતી વ્યકિત/સંસ્થાને રાજ્ય પારિતોષિક તથા પ્રશસ્તિપત્ર દ્વારા સન્માનીત કરી પ્રોત્સાહિત કરવાની યોજના સને ૧૯૯રથી અમલમાં છે. ૧૯૯પના વિકલાંગ ધારાનો રાજ્ય સરકારે અક્ષરસઃ સ્વીકાર કરી ૧૯૯૬થી તેનો અમલ કરેલ છે. મહર્ષિ અષ્ટાવક્ર યોજના હેઠળ વિકલાંગોના ધનિષ્ઠ સર્વેની કામગીરી રાજ્ય સરકારે ર૦૦૧થી અમલમાં મુકેલ છે.
આ યોજનામાં અપંગોના કલ્યાણક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતી ર (બે) વ્યક્તિ તથા ર (બે) સંસ્થાઓને પ્રતિવર્ષે રાજ્યપારિતોષિક અને પ્રશસ્તીપત્ર રાજ્ય સરકાર દ્વારા એનાયત કરવામાં આવે છે.
 
ડેટા ટેબલ સિઘ્ધીઓ
(અ)  વ્યક્તિગત પારિતોષિક : ર (બે) પારિતોષિક (પ્રત્યેક પારિતોષિક માટે
પ્રથમ ક્રમને રૂ. ૨૦,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર,
દ્વિતીય ક્રમને રૂ. ૧૫,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર)
(બ)  સંસ્થા માટેના પારિતોષિક : ર (બે) પારિતોષિક (પ્રત્યેક પારિતોષિક માટે
પ્રથમ ક્રમને રૂ. ૫૦,૦૦૦/-રોકડા અને પ્રશસ્તિપત્ર,
દ્વિતીય ક્રમને રૂ. ૪૫,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર)
 
વિકલાંગોના કલ્યાણ ક્ષેત્રે અદ્વિતીય અને નોંધપાત્ર ફાળો આપનાર વ્યક્તિ/સંસ્થાઓનું સન્માન ખરેખર વિકલાંગ કલ્યાણ પ્રવૃત્તિ તથા વિકલાંગોના કલ્યાણ ક્ષેત્રે કામ કરતી વ્યક્તિ/સંસ્થાને માર્ગદર્શકરૂપ બની રહેશે.