લાભ મેળવવાની પાત્રતા? |
- ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ.
|
- સમાજ સુરક્ષા ખાતાનું દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવનાર વ્યક્તિ.
|
લાભ શું મળે ? |
- આ યોજના હેઠળ આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઈ પણ રીતે લાભાર્થીનું મૃત્યુ થાય કે કાયમ દિવ્યાંગ બને તો આ યોજનાનો લાભ વિમા પોલિસીની શરતોને આધીન રહીને મળવા પાત્ર છે, જેમાં લાભાર્થીને રૂ.૧ લાખ સુધીનું વિમા કવચ નીચે મુજબ મળવાપાત્ર છે.
|
ક્રમ નં | સહાયની વિગત | ૧ | અકસ્માતના કારણે મૃત્યુ /કાયમી,સંપૂર્ણ દિવ્યાંગતાના કિસ્સામાં ૧૦૦ ટકા | ૨ | અકસ્માતના કારણે બે આંખ કે બે અંગ અથવા હાથ/ પગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા(આંખના કિસ્સામાં આંખની સંપૂર્ણ ૧૦૦ ટકા દ્રષ્ટિ જવી, હાથના કિસ્સામાં કાંડાથી ઉપરનો ભાગ તથા પગના કિસ્સામાં ઘુંટણ ઉપરથી તદ્દન કપાયેલ હોવો જરૂરી છે) | ૩ | અકસ્માતના કારણે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા | ૪ | અકસ્માતના કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦ ટકા | |
લાભ મેળવવા અરજી કોને કરવી ? |
- અરજદાર તરફથી અકસ્માત મુત્યુ/ દિવ્યાંગતાની તારીખથી ૯૦ દિવસની અંદર નિયત નમૂનામાં આધાર પુરાવા સાથેની વળતરની અરજી નોડલ ઓફિસરને મળે તે તારીખથી દિન-૩૦ માં જરૂરી ચકાસણી કરી તેમનાં પ્રમાણપત્ર તથા જરૂરી તમામ દસ્તાવેજો સાથે વીમા નિયામકશ્રીની કચેરી/વીમા કંપનીને મોકલી આપવાની રહેશે. પરંતુ જો પ્રાથમિક તબક્કે આ યોજનાના ઠરાવની જોગવાઇઓ ધ્યાને લેતા અરજી ગ્રાહ્ય રહી શકે તેમ હોય નહી તો યોજનાના સંબંધિત નોડલ અધિકારીએ તેની કક્ષાએથી જ ફરજીયાત નકારવાની રહેશે તથા તેની જાણ અરજદારને બારોબાર કરવાની રહેશે. આ રીતે નોડલ અધિકારીને દાવો નકારવાની સત્તા છે.
- આ
યોજના હેઠળ આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઈ પણ રીતે લાભાર્થીનું
મૃત્યુ થાય કે કાયમ દિવ્યાંગ બને તો આ યોજનાનો લાભ વિમા પોલિસીની શરતોને આધીન
રહીને મળવા પાત્ર છે, જેમાં
લાભાર્થીને રૂ.૪ લાખ સુધીનું વિમા કવચ નીચે મુજબ મળવાપાત્ર છે.
|