આ લાભ કોને
મળવાપાત્ર થાય? |
- આ
યોજનાનો લાભ નીચે મુજબની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને જ મળવાપાત્ર છે.
|
1.બૌધ્ધિક અસમર્થતા |
2.સેરેબલ પાલ્સી (મગજનો લકવો ). |
3.ઓટીઝમ (સ્વલીનતા). |
4.મલ્ટીપલ ડીસેબીલીટીઝ (બહુવિધદિવ્યાંગતા). |
ભરવાપાત્ર
પ્રીમિયમ: |
- લાભાર્થીની
બી.પી.એલ અને એ.પી.એલ ( કૌટુંબિક માસિક આવક રૂ.૧૫૦૦૦/- સુધી હોય તેવા)
દિવ્યાંગ લાભાર્થીને ભરવાપાત્ર પ્રીમિયમ રૂ.૨૫૦/- અને એ.પી.એલ (કૌટુંબિક
માસિક આવક રૂ.૧૫૦૦૦/-થી વધુ હોય તેવા) દિવ્યાંગ લાભાર્થીને ભરવાપાત્ર
પ્રીમિયમ રૂ.૫૦૦/-રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવે છે.
|
મળવાપાત્ર સહાય? |
- આ
યોજનામાં ઉક્ત ચાર પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિને રૂ.
૧૦૦૦૦૦/- સુધીનું વીમા રક્ષણ મળવાપાત્ર છે.જેમાં હોસ્પિટલમાં દાખલ, ઓપરેશન, ઓ.પી.ડી
દવાઓ અને વાહનવ્યવહાર ખર્ચનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ તમામ પ્રકારની વય
જુથના દિવ્યાંગનો સમાવેશ થાય છે.આ યોજના હેઠળ લાભાર્થીને કોઇપણ પ્રકારની
પૂર્વ તબીબી પરીક્ષા (મેડીકલ ટેસ્ટ) ની જરુરીયાત રહેતી નથી અને લાભાર્થી
કોઇપણ હોસ્પિટલમાં સારવાર લઈ શકે છે.
|
આ યોજનામાં
અરજીપત્રક ? |
- આ
યોજના અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિઓ દ્રારા નેશનલ ટ્રસ્ટ હેઠળ નોંધાયેલ
સંસ્થાઓ અથવા સ્ટેટ નોડલ એજન્સી સેન્ટર મારફતે યોજનાનો લાભ આપવામાં આવે છે.
|