| શિષ્યવૃતિ મેળવવાની પાત્રતા | 
 |  ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થી. | 
 |  છેલ્લી પરીક્ષામાં ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણથી ઉતિર્ણ હોવા જોઇએ. | 
 |  જે તે અભ્યાસમાં હાજરીની સંતોષકારક નિયમિતતા જરૂરી છે. | 
 |  દિવ્યાંગતા અંગેનું ડોક્ટરી પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. | 
 | દિવ્યાંગ શિષ્યવૃતિ કેટલી મળે ? | 
  |   | ક્રમ નં | ધોરણ | શિષ્યવૃતિનો વાર્ષિક દર (૧૦ માસ સુધી) | 
|---|
  | ૧ | ધો. ૧ થી ૮ (ડે.સ્કોલર માટે) | ૧૫૦૦/ |   | ૨ | ધો.૯ થી ૧૨ અને આઇ. ટી. આઇ સમકક્ષ (ડે સ્કોલર માટેનો દર) | ૨૦૦૦/- |   | ૩ | ધો. ૯ થી ૧૨ અને આઇ.ટી.આઇ. સમકક્ષ (હોસ્ટેલર માટેનો દર) | ૨૫૦૦/- |   | ૪ | બી.એ., બી.એસ.સી., બી.કોમ., અને સમકક્ષ ડીગ્રી અભ્યાસક્રમ (ડે સ્કોલર માટેનો દર) | ૩૦૦૦/- |   | ૫ | બી.એ., બી.એસ.સી., બી.કોમ., અને સમકક્ષ ડીગ્રી અભ્યાસક્રમ (હોસ્ટેલર માટેનો દર) | ૩૭૫૦/- |   | ૬ | બી.એડ, બી.ઇ., બી.ટેક, એલ.એલ.બી., બી.સી.એ., એમ.બી.બી.એસ. અને સમકક્ષ અભ્યાસક્રમો તેમજ ડિપ્લોમા ઇન. પ્રોફેશનલ એન્ડ એન્જીનીયરીંગ સ્ટડી ઇન પ્લાન્ટ ટ્રેનીંગ અને તેને સમકક્ષ (ડે સ્કોલર માટેનો દર) | ૩૫૦૦/- |   | ૭ | બી.એડ, બી.ઇ., બી.ટેક, એલ.એલ.બી., બી.સી.એ., એમ.બી.બી.એસ. અને સમકક્ષ અભ્યાસક્રમો તેમજ ડિપ્લોમા ઇન. પ્રોફેશનલ એન્ડ એન્જીનીયરીંગ સ્ટડી ઇન પ્લાન્ટ ટ્રેનીંગ અને તેને સમકક્ષ (હોસ્ટેલર માટેનો દર) | ૪૫૦૦/- |   | ૮ | એમ.એસ.સી., એમ.ફીલ., એલ.એલ.એમ., એમ.એડ (ડે સ્કોલર માટેનો દર) | ૩૫૦૦/- |   | ૯ | એમ.એસ.સી., એમ.ફીલ., એલ.એલ.એમ., એમ.એડ (હોસ્ટેલર માટેનો દર) | ૪૫૦૦/- |   | ૧૦ | અંધ વ્યક્તિઓ માટે રીડર એલાઉન્સ રૂ. (ધો.૮ સિવાયના ઉપર દર્શાવેલ અન્ય તમામ અભ્યાસક્ર્મો માટે) | ૧૫૦૦/- |  | 
  |  | 
 | આ યોજનાના અરજી પત્રક: | 
 |  દિવ્યાંગ શિષ્યવૃતિ જે તે પ્રાથમિકશાળા,હાઇસ્કૂલ તથા કોલેજના આચાર્યશ્રી/વિદ્યાર્થી દ્વારા  ઓનલાઇનhttps://www.digitalgujarat.gov.in/ સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષાની કચેરીને મોકલવામાં આવે છે. | 
  | દિવ્યાંગ શિષ્યવૃતિ ક્યારે મળવાપાત્ર થતી નથી ? | 
 |  દિવ્યાંગ વિદ્યાર્થી શાળા/ કોલેજ કે શૈક્ષણિક સંસ્થામાં અનિયમિત હોય. | 
 |  | 
 |  રાજ્ય સરકારશ્રીની કે અન્ય જગ્યાએથી શિષ્યવૃતિ મેળવતા હોય તો. | 
 |  ૪૦ ટકાથી ઓછી દિવ્યાંગતા તથા ૪૦ ટકાથી ઓછા ગુણ હોય તો. | 
  | દિવ્યાંગ શિષ્યવૃતિ મંજુર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની છે. |