હેતુ |
|
દિવ્યાંગ વ્યક્તિઓ જીવન નિર્વાહ પુરતું કમાઇ શકે અને તેઓ પણ સમાજ ના ઉપયોગી સભ્યો થઇને રહી શકે એ માટે તેમને શિક્ષણ, ટેકનિકલ અને ધંધાદારી તાલીમ મેળવવામાં મદદ કરવાનો દિવ્યાગં શિષ્યવૃત્તિ યોજનાનો મુખ્ય હેતુ છે. |
|
(૧) દિવ્યાંગ શિષ્યવૃત્તિ મેળવવાની પાત્રતાઃ |
- અભ્યાસ કરતાં દિવ્યાંગ વિદ્યાર્થી ૪૦ ટકા થી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય
|
નીચે મુજબની દિવ્યાંગતા ધરાવાતા લાભાર્થીઓને દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના લાભ મળવા પાત્ર થાય |
|
ક્રમ નં | વિકલાંગતા | દિવ્યાંગતાની ટકાવારી | ૧ | અંધત્વ(Blindness) | ૪૦ ટકા કે તેથી વધુ | ૪૦ ટકા કે તેથી વધુ | ૨ | આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય(Muscular Dystrophy) | ૪૦ ટકા કે તેથી વધુ | ૩ | સાંભળવાની ક્ષતિ (Hearing Impairment) | ૪૦ ટકા કે તેથી વધુ | ૪૦ ટકા કે તેથી વધુ | ૪ | ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ (Chronic Neurological Condition) | ૪૦ ટકા કે તેથી વધુ | ૪૦ ટકા કે તેથી વધુ | ૫ | સામાન્ય ઇજા જીવલેણ રક્તસ્ત્રાવ(Hemophilia) | ૪૦ ટકા કે તેથી વધુ | ૬ | ઓછી દ્રષ્ટી(Low Vision) | ૪૦ ટકા કે તેથી વધુ | ૪૦ ટકા કે તેથી વધુ | ૭ | ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા(Parkinson”s Disease) | ૪૦ ટકા કે તેથી વધુ | ૪૦ ટકા કે તેથી વધુ | ૮ | બૌધ્ધિક અસમર્થતા (Intellectual Disability) | ૪૦ ટકા કે તેથી વધુ | ૪૦ ટકા કે તેથી વધુ | ૯ | હિમોગ્લોબિનની ઘટેલી માત્રા ( Thelassemia) | ૪૦ ટકા કે તેથી વધુ | ૪૦ ટકા કે તેથી વધુ | ૧૦ | રક્તપિત-સાજા થયેલ (Leprosy Cured person) | ૪૦ ટકા કે તેથી વધુ | ૪૦ ટકા કે તેથી વધુ | ૧૧ | દીર્ધ કાલીન અનેમિયા (Sickle Cell Disease) | ૪૦ ટકા કે તેથી વધુ | ૪૦ ટકા કે તેથી વધુ | ૧૨ | એસીડના હુમલાનો ભોગ બનેલા(Acid Attack Victim) | ૪૦ ટકા કે તેથી વધુ | ૧૩ | હલન ચલન સાથેની અશકતતા(Locomotor Disability) | ૪૦ ટકા કે તેથી વધુ | ૧૪ | સેરેબલપાલ્સી( Cerebral palsy) | ૪૦ ટકા કે તેથી વધુ | ૧૫ | વામનતા (Dwarfism) | ૪૦ ટકા કે તેથી વધુ | ૪૦ ટકા કે તેથી વધુ | ૧૬ | માનસિક બિમાર(Mental Illness) | ૪૦ ટકા કે તેથી વધુ | ૪૦ ટકા કે તેથી વધુ | ૧૭ | બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ (Multiple Sclerosis) | ૪૦ ટકા કે તેથી વધુ | ૪૦ ટકા કે તેથી વધુ | ૧૮ | ખાસ અભ્યાસ સંબંધિત વિકલાંગતા (Specific Learning Disabilities) | ૪૦ ટકા કે તેથી વધુ | ૧૯ | વાણી અને ભાષાની અશકતતા (Speech and Language Disability) | ૪૦ ટકા કે તેથી વધુ | ૨૦ | ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ(Autism Spectrum Disorder) | ૪૦ ટકા કે તેથી વધુ | ૨૧ | બહેરા અંધત્વ સહિત અનેક અપંગતા( Multiple Disabilities Including Deaf Blindness) | ૪૦ ટકા કે તેથી વધુ | |
|
(૨) દિવ્યાંગ શિષ્યવૃત્તિ સહાયમાં શું મળે ? |
|
દિવ્યાંગ શિષ્યવૃત્તિ સહાયનું પત્રક | ક્રમ | યોજનાનુ નામ | જાતિ | ધોરણ | કુમાર કન્યા | શિષ્યવૃતિ દર (વાર્ષિક) | વાર્ષિક આવક મર્યાદા | શાળાઓની વિગતો | ૧ | Scholaraship to Disable Student (Play Group) | Genral, SEBC, SC, ST, Minority | પ્લે ગ્રુપ | કુમાર/કન્યા | રૂ.૧૦૦૦/- | આવક મર્યાદા નથી | સરકારી, અનુદાનિત શાળાઓ તથા મંદબુધ્ધિની સંસ્થાઓ | ધો. ૧ થી ૭ ધોરણ ૮ | કુમાર/કન્યા | રૂા.૧૦૦૦/- રૂા.૧૫૦૦/ | ૨ | Scholaraship to Disable Student | Genral, SEBC, SC, ST, Minority | ધો ૯ થી ૧૨ તથા સમકક્ષ આઇ.ટી.આઇ. | કુમાર/કન્યા | ડેસ્કોલરને રૂ.૧૫૦૦/- હોસ્ટેલરને રૂ.૨૦૦૦/- | આવક મર્યાદા નથી | સરકારી તથા અનુદાનિત શાળાઓ | ૩ | Post Matric Scholarship for Disable Student (College and ITI) | Genral, SEBC, SC, ST, Minority | બી.એ., બી.એસ.સી., બી.કોમ., અને સમકક્ષ ડીગ્રી અભ્યાસક્રમ. | કુમાર/ કન્યા | ડેસ્કોલરને રૂ.૨૫૦૦/-
હોસ્ટેલરને રૂ.૩૨૫૦/- | આવક મર્યાદા નથી | સરકારી તથા અનુદાનિત શાળાઓ | એમ.ડી., એમ.એસ./ એમ.એસ.સી./ એમ.બી.એ./ એમ.સી.એ./ બી.સી.એ./ પી.એચ.ડી./ ફીઝીયોથેરાપી ડીગ્રી તથા ડીપ્લોમાંકોર્ષ. એમ.એ./એમ.એસ.સી./એમ.કોમ. એલ.એલ.બી./એમ.એઙ. | કુમાર/ કન્યા | ડેસ્કોલરને રૂ.૩૦૦૦/-
હોસ્ટેલરને રૂ.૪૦૦૦/- | 4 | અંધ વ્યકિતઓ માટે રીડર એલાઉન્સ રુ... | ૧૦૦૦/- | |
|
(૩) દિવ્યાંગ શિષ્યવૃત્તિ ઓનલાઇન અરજીપત્રો ભરવા અંગેઃ |
- ધો.૧ થી ધો.૧ર માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિધાર્થીઓની શિષ્યવૃતિ માટે જે તે શાળા/સંસ્થાના આચાર્યએ https://www.digitalgujarat.gov.in portal ઉપર વિધાર્થીઓની ઓન લાઇન અરજીઓ મોકલવાની રહેશે. ફોર્મ ભરાઇ ગયા પછી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીને ફોરવર્ડ કરવાનું રહેશે.
- ડીગ્રી/ ડીપ્લોમાં/આઇ.ટી.આઇ કોર્ષમાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિધાર્થીઓની શિષ્યવૃતિના ફોર્મ વિદ્યાર્થીઓએ ડીજીટલ ગુજરાત પોર્ટલ પરની વેબસાઇટ https:/ /www.digitalgujarat.gov.in ઓનલાઇન અરજી કરવાની રહેશે. ત્યારબાદ આ અરજી જે તે કોલેજ/ સંસ્થાના/ આઇ.ટી.આઇના આચાર્યના લોગીનમાં જશે જેની ચકાસણી કર્યા બાદ સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીને ફોરવર્ડ કરવાનું રહેશે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી દ્વારા વિધાર્થીના ફોર્મની ચકાસણી કરી શિષ્યવૃતિ ચુકવણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
|
|
(૪) દિવ્યાંગ શિષ્યવૃત્તિ ઓનલાઇન અરજીપત્રકો સાથે સામેલ રાખવાના પુરાવાઃ |
- દિવ્યાંગ વિદ્યાર્થીનું દિવ્યાંગતાનું ઓળખકાર્ડ/આઇ.ડી પ્રુફ તથા દિવ્યાંગતા પ્રમાણપત્ર
- ગત વર્ષની વાર્ષિક પરિણામની પ્રમાણિત નકલ
- વિદ્યાર્થીની એસ.સી, એસ.ટી, બક્ષીપંચ કે સામાન્ય અલગ અલગ પત્રક સાથે અરજીપત્રો મોકલવા.
|
|
(૫) દિવ્યાંગ શિષ્યવૃત્તિ કયારે મળવા પાત્ર થતી નથી ? |
- દિવ્યાંગ વિદ્યાર્થી શાળા, સ્કુલ કોલેજ કે શૈક્ષણિક સંસ્થામાં અનિયમિત હોય ત્યારે
- અભ્યાસ છોડી દેવાથી
- વિદ્યાર્થીનું આકસ્મિક મૃત્યુ થવાથી
- અનુસૂચિત જાતિ, પછાત વર્ગ કે આદિજાતિની શિષ્યવૃત્તિ મેળવતા હોય તો.
- ૪૦ ટકા કરતા ઓછી દિવ્યાંગતા હોવાથી
- શિષ્યવૃત્તિ મંજુર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીને સોંપવામાં આવેલ છે. ઓનલાઇન મંજુર કરેલ
- અરજીઓનું ચુકવણું પણ જિલ્લા કક્ષાએથી કરવામાં આવે છે.
|