યોજનાની શરૂઆત |
|
દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી. બસમાં મફત મુસાફરીની યોજના સમાજ કલ્યાણ વિભાગ ગાંધીનગરના ઠરાવ ક્રમાંક અપગ/૧૦૯૦/ન-૮/છ તા.૦૪/૦૭/૧૯૯૧ થી અમલમાં મુકવામાં આવેલ છે. |
|
હેતુ |
|
દિવ્યાંગ વ્યક્તિઓને અભ્યાસ,સારવાર,નોકરી,ધંધાના સ્થળે અને અન્ય સામાજિક કારણસર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં ગુજરાત રાજ્યની હદમાં પ્રવાસ કરવા સારુ વિના મૂલ્યે મુસાફરી નો લાભ આપવામાં આવે છે. |
|
આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે. |
|
- ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે.
|
|
આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય |
|
- આ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવ્હાર નિગમની તમામ પ્રકારની બસોમાં મફત મુસાફરીનો લાભ આપવામાં આવે છે.
|
|
આ યોજનાનાં અરજી પત્રક |
|
- આ યોજના હેઠળ esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી સ્વિકારવામાં આવે છે.
- ઓન લાઇન અરજીઓની ચકાસણી કરી મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને છે.
|