Top
આર્થિક ઉત્કર્ષવેચાણ પ્રદર્શન મેળાનું આયોજન
 
ગ્રામીણ ઉત્પાદકો તથા હસ્તકલા કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓ માટે વેચાણ મેળાનું આયોજન કરવાની યોજના
આ યોજના હેઠળ નિગમ ધ્‍વારા દર વર્ષે ગ્રામીણ ઉત્‍પાદકો તથા કલાકારોને પોતાની કલાથી ઉત્‍પાદીત વસ્‍તુઓનું વ્‍યાજબી કિંમતે વેચાણ થાય તે માટેની સારી તકો પ્રાપ્‍ત થાય તેવા આશયથી ગુજરાતના/ભારતના મોટા શહેરોમાં પ્રદર્શન અને વેચાણ મેળાનું આયોજન કરવામાં આવે છે. તથા આવા ઉત્‍પાદકો/કલાકારોને તે માટે આર્થિક સહાય આપી ઉત્‍પાદનોની વેચાણ કિંમતમાંથી વધુ નફો રળી આર્થિક પગભર થાય તે બાબતનું પણ ધ્‍યાન રાખવામાં આવે છે.