Top
નિગમના ઉદ્દેશ અને હેતુઓ
 
 • અલ્‍પસંખ્‍યક સમુદાયના ઇસમો પૈકી
  • આર્થિક રીતે નબળા લોકોના ઉત્‍કર્ષની પ્રવૃત્તિઓને પ્રોત્‍સાહન આપવુ.
  • વ્‍યક્તિ કે વ્‍યક્તિઓના જુથોને આર્થિક ઉત્‍કર્ષ થાય તેવી યોજનાઓ અને પરીયોજનાઓ માટે નિયત કરેલ આવક મર્યાદાને આધિન મદદ કરવી.
  • સ્‍વરોજગારના ધંધા તથા વ્‍યવસાયિકોને આર્થીક પ્રોત્‍સાહન આપવુ.
  • કેન્‍દ્ર સરકાર, રાજય સરકાર તથા ભારતીય રીઝર્વ બેંકે દર્શાવેલ માર્ગદર્શક સુચનાઓ અનુસાર નિયત કરેલ વ્‍યાજના દરે ધિરાણ આપવુ.
  • સ્‍નાતક /અનુસ્‍નાતક પાત્ર ધરાવતા લાભાર્થીઓને સામાન્‍ય વ્‍યવસાયલક્ષી તથા ટેકનીકલ શિક્ષણ કે તાલિમ લેવા લોન આપવી.
  • ઉત્પાદક એકમોના સંચાલન માટે ટેકનીકલ અને ઉદ્યોગ સાહસિકતા જેવી કૌશલ્ય કક્ષા ઉંચી લાવવામાં મદદ કરવી.
  • સર્વાંગી વિકાસ માટે કામ કરતા રાજ્ય કક્ષાના સંગઠનોને નાણાંકીય સહાય અથવા ઇક્વીટી ફાળો પુરો પાડીને, વાણિજય નાણાં મેળવવા અથવા પુનઃ ધિરાણ કરીને મદદ કરવી.
  • રરાજ્ય સરકાર દ્વારા અલ્પસંખ્યકોના આર્થિક ઉત્કર્ષ માટે નિયુક્ત કરેલ તમામ  નિગમો/બોર્ડ  અન્‍ય સંસ્‍થાઓની કામગીરીના સંકલન માટે અને તેના પર દેખરેખ નિયંત્રણ રાખવા ટોચની સંસ્‍થા તરીકે કામ કરવુ.
  • અલ્‍પસંખ્‍યકોના સર્વાંગી વિકાસ માટે સરકારશ્રીની નીતિઓ અને કાર્યક્રમોને આગળ ધપાવવામાં મદદ કરવી.
  • અલ્‍પસંખ્‍યકમાં નીચેના ધાર્મિક અને ભાષાકીય સમુદાયો છે.
   (અ)  ધાર્મિક લધુમતીઓ
   1. મુસ્લીમ
   2. ખ્રિસ્તી
   3. શીખ
   4. જૈન
   5. બૌધ્ધ
   6. પારસી અને
   7. યહુદી
   (બ) ભાષાકીય લધુમતીઓ
   1. સિંધી
   2. મરાઠી
   3. ઉર્દુ
 • વિકલાંગ સમુદાયના ઇસમો માટે
  આ નિગમને રાજય સરકારના ઠરાવ નંબરઃAPG-102002-359-CHH,તા.૬/૧૧/૨૦૦૬ થી વિકલાંગ સમુદાયના તમામ વર્ગના ઇસમોના પુનઃવર્સન કરવા સ્‍વરોજગારના નાના ધંધા/વ્યવસાયમાં ધિરાણ તથા આર્થિક ઉત્‍કર્ષ માટે વ્‍યવસાયિક તાલીમની રાષ્‍ટ્રીય વિકલાંગ નાણાં અને વિકાસ નિગમ (NHFDC) ફરીદાબાદની યોજનઓનું  અમલીકરણ માટે રાજયના ચેનલાઇઝીંગ એજન્‍સી (SCA) તરીકેની કામગીરી સોંપવામાં આવેલ છે.