યોજનાની શરૂઆત |
|
દિવ્યાંગ વ્યકિતઓને સાધન સહાય આપવા માટેની યોજના ભૂતપૂર્વ શિક્ષણ અને મજૂર વિભાગના ઠરાવ ક્રમાંકઃ ઇડીબી/૧૦૬૯/ર૧પ૬૦/છ, તા.૧૦-૪-૭૦ થી અમલમાં આવેલ છે. |
|
હેતુ |
|
રાજ્યમાં દિવ્યાંગોને કૃત્રિમ અવયવો બેસાડવા તથા શૈક્ષણિક અને ધંધાકીય રીતે ઉપયોગી થાય તેવા સાધનો પુરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુનઃ સ્થાપન થાય તે હેતુથી સાધન સહાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે |
|
આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે. |
|
- ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે.
- ૧૬ વર્ષથી નીચેની વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપી શકાશે નહી.
|
|
આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય |
|
- આ યોજના હેઠળ લાભાર્થીને તેની દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો અને સ્વરોજગાર લક્ષી સાધનો રૂ. ૨૦૦૦૦/- ની મર્યાદામાં આપવામાં આવે છે.દરેક પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને રોજગારલક્ષી તેમજ તેની દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો આપી શકાશે.૨૧ પ્રકારની દિવ્યાંગતામાં મદદરૂપ થાય તેવા સાધનો સરકારશ્રી દ્રારા નક્કી થયેલ હશે તે મુજબ મળવાપાત્ર થશે.
|
|
આ યોજનાનાં અરજી પત્રક |
|
- આ યોજના હેઠળ esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી સ્વિકારવામાં આવે છે.
- ઓન લાઇન અરજીઓની ચકાસણી કરી સહાય મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને છે.
|
|
આ યોજના હેઠળ મળવાપાત્ર સાધનો. |
|
અન નં | ટ્રેડના નામ | સહાયની મર્યાદા | ૧ | કડીયાકામ | આ તમામ પ્રકારના સાધનો
રૂ. ૨૦૦૦૦/- ની મર્યાદામાં આપવાના રહેશે. | ૨ | સેન્ટીંગ કામ | ૩ | વાહન સર્વિસીંગ અને રીપેરીંગ | ૪ | મોચીકામ | ૫ | દરજીકામ | ૬ | ભરતકામ | ૭ | કુંભારી કામ | ૮ | વિવિધ પ્રકારની ફેરી | ૯ | પ્લમ્બર | ૧૦ | બ્યુટી પાર્લર | ૧૧ | ઇલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગ | ૧૨ | ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ | ૧૩ | સુથારીકામ | ૧૪ | ધોબીકામ | ૧૫ | સાવરણી સુપડા બનાવનાર | ૧૬ | દુધ-દહી વેચનાર | ૧૭ | માછલી વેચનાર | ૧૮ | પાપડ બનાવટ | ૧૯ | અથાણા બનાવટ | ૨૦ | ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ | ૨૧ | પંચર કીટ | ૨૨ | ફ્લોર મીલ | ૨૩ | મસાલા મીલ | ૨૪ | રૂ ની દીવેટ બનાવવી | ૨૫ | મોબાઇલ રીપેરીંગ | ૨૬ | હેર કટીંગ (વાળંદ કામ) | ૨૭ | ટ્રાયસીકલ | | ૨૮ | ફોલ્ડીંગ વ્હીલચેર | | ૨૯ | હીંયરીંગ એડ - (અ) પોકેટ રેન્જ (બ) કાન પાછળ લગાવવાનું | | ૩૦ | ફોલ્ડીંગ સ્ટીક | | ૩૧ | એલ્યુમીનીયમની કાંખ ઘોડી | | ૩૨ | કેલીપર્સ - (અ)ઘુંટણ માટેના (બ) પોલીયો કેલીપર્સ | | ૩૩ | બ્રેઇલ કીટ | | ૩૪ | એમ.આર કીટ (મંદબુધ્ધિના બાળકો માટે) | | ૩૫ | સંગીતના સાધનો | | |