યોજનાની શરૂઆત |
|
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃ અપગ/૧૦ર૦૦૯/૨૧૬/છ-૧ તા.૩૧/૦૭/૨૦૦૯ના ઠરાવથી ગરીબી રેખા હેઠળ જીવતી દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. |
|
યોજનાનો હેતુ |
|
તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પુરી પાડી તેમનું સામાજિક પુનઃ સ્થાપન થાય તે હેતુથી આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. |
|
આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે. |
|
- ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવનાર વ્યક્તિ
- ૧૮ થી ૭૯ વર્ષ સુધીના દિવ્યાંગ વ્યક્તિને લાભ મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ ગરીબી રેખા હેઠળ જીવતા ગુજરાતની દિવ્યાંગ વ્યક્તિઓને મળવાપાત્ર છે. (ગ્રામ્ય વિસ્તાર માટે ભારત સરકારની મિનીસ્ટ્રી ઓફ રૂરલ ડેવલેપમેન્ટ તેમજ શહેરી વિસ્તાર માટે ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ અર્બન હાઉસીંગ એન્ડ પોવર્ટી એલીવેશન તરફથી જે બી.પી.એલ. (ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની યાદી) યાદી બનાવવામાં આવેલ છે તેમા સમાવિષ્ટ દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
|
|
આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય |
|
આ યોજના હેઠળ લાભાર્થીને માસિક રૂ. ૬૦૦/- સહાય મળવાપાત્ર છે. જેમાં રૂ.૩૦૦/- રાજ્ય સરકાર દ્રારા અને રૂ.૩૦૦ કેન્દ્ર સરકાર દ્રારા આપવામાં આવે છે. |
|
આ યોજનાનાં અરજી પત્રક |
|
આ યોજના હેઠળ અરજી પત્રક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએથી મેળવી સંપૂર્ણ વિગતો ભરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએ રજુ કરવામાં આવે છે. જેની ચકાસણી કરી સહાય મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને છે. |
|
સહાય કેવી રીતે આપવામાં આવે છે. |
|
આ યોજના હેઠળ લાભાર્થીને માસિક રૂ.૬૦૦/- સહાય લાભાર્થીના બેંક એકાઉન્ટમાં DBT (ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર) મારફતે રાજય કક્ષાએથી જમા કરવામાં આવે છે. |