દિવ્યાંગ સાધન યોજનાનો લાભ મેળવવાની પાત્રતા: |
- ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
|
- ૧૬ વર્ષથી નીચેની વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપી શકાશે નહી.
|
સાધન સહાયમાં શું મળી શકે ? |
- આ યોજના હેઠળ રૂ.૨૦૦૦૦/- ની મર્યાદામાં રોજગારલક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો ૫ વર્ષની મુદતમાં માત્ર એક જ વાર મળવાપાત્ર થશે તેમજ રોજગારલક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો મળવાપાત્ર છે.
|
- દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનોમાં નીચે મુજબના સાધનો મળવાપાત્ર છે.
|
ક્રમ | સાધનનું નામ | ૧ | ટ્રાઈસીકલ | ૨ | ફોલડીંગ વ્હીચેર | ૩ | હીયરીંગ એઇડ (અ) પોકેટ રેન્જ(બ) કાન પાછળ લગાવવાનું | ૪ | ફોલ્ડીંગ સ્ટીક | ૫ | એલ્યુમીનીયમની કાંખધોડી | ૬ | કેલીપર્સ (અ) ધુંટણ માટેના(બ) પોલીયો કેલીપર્સ | ૭ | બ્રેઇલ કીટ | ૮ | એમ.આર. કીટ (મંદબુધ્ધિના બાળકો માટે) | ૯ | સંગીતના સાધનો | |
- રોજગારલક્ષી સાધનોમાં નીચે મુજબના સાધનો મળવાપાત્ર છે.
|
ક્રમ | સાધનનું નામ | ૧ | કડીયાકામ | ૨ | સેન્ટીંગ કામ | ૩ | વાહન સર્વિસીંગ અને રીપેરીંગ | ૪ | મોચીકામ | ૫ | દરજીકામ | ૬ | ભરતકામ | ૭ | કુંભારી કામ | ૮ | વિવિધ પ્રકારની ફેરી | ૯ | પ્લમ્બર | ૧૦ | બ્યુટી પાર્લર | ૧૧ | ઇલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગ | ૧૨ | ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ | ૧૩ | સુથારીકામ | ૧૪ | ધોબીકામ | ૧૫ | સાવરણી સુપડા બનાવનાર | ૧૬ | દુધ-દહી વેચનાર | ૧૭ | માછલી વેચનાર | ૧૮ | પાપડ બનાવટ | ૧૯ | અથાણા બનાવટ | ૨૦ | ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ | ૨૧ | પંચર કીટ | ૨૨ | ફ્લોર મીલ | ૨૩ | મસાલા મીલ | ૨૪ | રૂ ની દીવેટ બનાવવી | ૨૫ | મોબાઇલ રીપેરીંગ | ૨૬ | હેર કટીંગ (વાળંદ કામ) | |
આ યોજનાનુ અરજી પત્રક: |
- આ યોજના હેઠળ esamajkalyan.gujarat.gov.inપોર્ટલ પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે.
|
- ઓનલાઇન અરજીઓની ચકાસણી કરી સહાય મંજુર કરવાની સત્તાજિલ્લાસમાજ સુરક્ષા અધિકારીની છે.
|