- રિહેબિલિટેશન કાઉન્સીલ  ઓફ ઈન્ડીયા(ભાતીય પુનઃવૅસન સંસ્થાન)(આર.સી.આઈ.)  સંસદે પસાર કરેલ ધી આર સી આઈ  એક્ટ ૧૯૯૨ના કાયદાથી આર.સી.આઈ.ની રચના કરવામાં આવેલ છે. જેનો અમલ જુલાઈ-૧૯૯૩ થી શરૂ થયો છે. આર.સી.આઈ.ની રચનાનો મુખ્ય ઉદ્દેશ વિવિધ પુનર્વસન વ્યાવસાયિકોને તાલીમના અભ્યાસ કામોનું ધોરણીકરણ કરવાનો છે. તેને વ્યાવસાયિકની નોંધણી કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.  જેથી માત્ર લાયકાત ધરાવતા અને નોંધાયેલા વ્યાવસાયિકો જ વિકલાંગોને સેવા આપી શકે.
  - વિકલાંગ વ્યક્તિઓ જે સમુદાયમાંથી આવતી હોય, તેમાં અથવા તેના જેવા જ તેના તદન નજીકના હોય, તેવા સમુદાયમાં સ્વતંત્ર રીતે અને સંપૂર્ણ રીતે રહી શકે તે માટે તેમને શક્તિમાન બનાવવા અને તેઓમાં અધિકાર સિંચન કરવું.
  - વિકલાંગ વ્યક્તિઓ તેમના પોતાના જ કુટુંબમાં રહી શકે તે માટે તેમને ટેકો પૂરો પાડવાની સુવિધાઓ સક્ષમ બનાવવી.
  - વિકલાંગ વ્યક્તિઓના કુટુંબમાં તેઓની તીવ્ર મુશ્કેલીઓના સમય દરમ્યાન જરૂરીયાત આધારે સેવાઓ પુરી પાડવા નોંધાયેલા સંગઠનો સુધી ટેકાને વિસ્તારવો.
  - કુટુંબનો ટેકો ન હોય, તેવા વિકલાંગ વ્યક્તિઓની સમસ્યાઓ હલ કરવી.
  - વિકલાંગ વ્યક્તિઓની તેમના માતા-પિતા અથવા વાલીનું મૃત્યુ થતાં તેમની સંભાળ અને રક્ષણનાં પગલાંઓને પ્રોત્સાહન આપવું.
  - આવા રક્ષણની જરૂર હોય તેવી વિકલાંગ વ્યક્તિઓ માટે વાલીઓ અને ટ્રસ્ટીઓની નિમણુંક કરવાનો કાર્યવિધિ વિકસાવવો.
  - વિકલાંગ વ્યક્તિઓની સમાન તકો અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ સહભાગીદારી સિધ્ધ થાય તે માટે સુવિધાઓ પૂરી પાડવી, ઉપરોક્ત ઉદ્દેશો પાર પાડવા માટે જે કંઇ આનુંષંગિક જરૂરી હોય તે કરવું.
     |