- આ ધારા હેઠળ આશ્રયની જરૂરીયાતવાળી મહિલાઓ અને બાળકોને રક્ષણ, સંભાળ તેમજ બચાવની કામગીરી માટે સમાજ સુરક્ષા ખાતા હસ્તક કામ કરતા વિકાસગૃહો તેમજ અન્ય રહેણાંકીય સંસ્થાઓને આ ધારા હેઠળ- "મહિલાઓ અને બાળકોની રહેણાંકીય સંસ્થા ચલાવવા માટે લાયસન્સ" આપવામાં આવે છે. આ ગૃહોમાં દાખલ થતી મહિલાઓને તેઓના રહેણાંકીય વસવાટ દરમ્યાન શિક્ષણ ઉપરાંત આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ થાય તેવી શિવણ, ભરતગૂંથણ, વોલપીસ, બુક-બાઇન્ડીંગ, વેસ્ટમાંથી બેસ્ટ આર્ટીકલ્સ બનાવવાની તાલીમ આપવામાં આવે છે.
- આ ઉપરાંત તેઓને ખોરાક, કપડાં, મેડીકલ સારવાર ઉપરાંત પ્રાથમિક સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. આશ્રય લેતા લાભાર્થીઓના કૌટુંબિક, શૈક્ષણિક, આર્થિક અને સામાજિક પુનઃસ્થાપન કરવા માટે પણ પ્રયત્ન કરવામાં આવે છે.
|