| ગુજરાત રાજ્યમાં બાળલગ્ન પ્રતિબંધક અધિકારી તરીકે હાલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીઓ ફરજો બજાવે છે. | 
- બાળ લગ્ન પ્રતિબંધક ધારાનો અમલ ગુજરાત રાજ્યમાં સને ૧૯૬૪થી કરવામાં આવે છે.(સુધારેલ-૨૦૦૬)
 
- બાળલગ્ન પ્રતિબંધક ધારાની જોગવાઇઓ મુજબ ૧૮ વર્ષથી ઓછી ઉંમરની બાળા અને ર૧ વર્ષથી ઓછી ઉંમરનો યુવક ના લગ્ન  તે બાળલગ્ન ગણાય છે અને ગુન્હાને પાત્ર છે.
 
 
 | 
|  આ ધારા હેઠળ કોણ સજા/દંડને પાત્ર થાય છે. | 
- બાળાના વાલી/મા-બાપ
 
- યુવકના વાલી/મા-બાપ
 
- લગ્ન આયોજનમાં મદદગારી કરનાર ગોર મહારાજ (લગ્નની વિધિ કરાવનાર બ્રાહ્મણ)
 
- બાળા કે યુવકની માતા (સ્ત્રી)ને સજામાંથી મુકત ગણવામાં આવે છે. પરંતુ દંડને પાત્ર બને છે.
 
- લગ્ન કરાવનાર ઉપર મુજબની વ્યક્તિઓને વધુમાં વધુ ર વર્ષની સજા તથા રૂ. ૧,૦૦,૦૦૦/- સુધીનો દંડ થઇ શકે છે.
 
 
 | 
| અરજી કોને કરવી ? | 
- બાળલગ્ન પ્રતિબંધક અધિકારી-સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને.
 
- નજીકના પોલીસ સ્ટેશન, સામાજિક  સંસ્થા, સામાજિક  કાર્યકર અને કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે છે
 
- બાળલગ્ન થયેલ યુવક-યુવતી પુખ્ત ઉમરના થાય તેના બે વર્ષ સુધીમાં કાર્યવાહી કરી શકાય છે.
 
- બાળલગ્ન થયેથી બાળલગ્ન પ્રતિબંધક અધિકારી તેમજ પોલીસ અધિકારીશ્રીને લેખિત જાણ કરવાથી કાર્યવાહી કરવામાં આવે છે.
 
- અરજી કરનારની અરજીને ખાનગી રાખવામાં આવે છે.
 
 
 | 
| બાળલગ્ન પ્રતિબંધક અધનિયમ-૧૯ર૯ની કલમ ૧૩(૪) હેઠળ બીન સરકારી સભ્યોની સલાહકાર સમિતિની રચના કરવામાં આવે છે. |