Top
નાગરિક અધિકાર પત્ર



નાગરિકોનું ઉત્તરદાયિત્વ. ( અપેક્ષાઓ)
  • નાગરિકોએ કચેરીના વડાને કામકાજના  દિવસોમાં મુલાકાતના નિયત સમય પ્રમાણે આવવા અપેક્ષા છે.
  • યોજનાકીય લાભ માટે અરજીપત્રકમાં દર્શાવેલા તમામ સાધનિક કાગળો  રાખવાથી વિલંબ ઘટાડી ત્વરીત નિર્ણય થઇ શકે.
  • નક્કી થયેલા કાયદા અને નિયમો બહારના નિર્ણયો માટે અપેક્ષા રાખવી તે અન્ય યોગ્ય લાભાર્થીને નુકસાન કરવા બરાબર છે. આવું ના બને તેવી નાગરિકો પ્રત્યે અપેક્ષા રાખવામાં આવે છે.
  • ખાતાની કામગીરી સાથે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સંકળાયેલા નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, મંડળો, મહાનુભાવો, નિષ્ણાતો, સમાજ સેવકો પ્રત્યે આ અધિકાર પત્રમાં ઘોષિત સિદ્ધાંતો અને કાર્યરીતિને પરિણામલક્ષી રીતે અમલી બનાવવા સહકારની અપેક્ષા છે.
  • લોક ફરિયાદોના નિરાકરણ તથા ખાતાની કામગીરી અને અધિકારપત્રમાં સૂચિત બાબતો અંગે નાગરિકોનાં સૂચનો અપેક્ષિત છે.
  • સર્વે કર્મચારીઓ તેમજ અધિકારીઓ પ્રામાણિકતાથી અને તટસ્થ રીતે ફરજ બજાવી શકે તે માટે તેમની નિમણૂક કે બદલી અંગે બાહ઼ય હસ્તક્ષેપ ન થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.