Top
નાગરિક અધિકાર પત્રનાગરિક અધિકારપત્રના સિધ્ધાંતો
  • નાગરિકોની ફરિયાદ અને રજૂઆતોનો ત્વરીત અને ન્યાયપૂર્ણ ઉકેલ.
  • દરજજાપૂર્ણ કાર્ય અભિવ્યકિત નકકી કરી તેનું લોક પ્રસારણ.
  • ગુણવત્તાસભર સેવાનું વચન.
  • સુલભ રીતે માહિતી સંચાર.
  • કર્મચારી-અધિકારીઓનો સૌજન્યપૂર્ણ વ્યવહાર.
  • નાગરિકોની અગ્રતાને ઓળખવી.
  • નાગરિકોની હાડમારીઓના નિરાકરણ માટે લોકભોગ્ય પધ્ધતિ.
  • નાગરિકોની સહભાગિતાને કાળજીપૂર્વક ચકાસવી.
ઉદ્‍ધોષણા
કલ્યાણ રાજ્યના માર્ગદર્શક સિધ્ધાંતોને વરેલી આપણી લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં અનુસૂચિત જાતિનાં કલ્યાણની વિશેષ કામગીરી કરવાની ફરજ બંધારણમાં રાજ્યના શિરે અંકિત કરવામાં આવેલી છે. તેના ભાગરુપે રાજ્ય સરકાર વિવિધ ક્ષેત્રે અનુસૂચિત જાતિની કલ્યાણની પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે નિભાવી રહી છે. અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતું, સીધી રીતે રાજ્યની અનુસૂચિત જાતિના કલ્યાણ માટે કાર્યરત છે તે માટેની યોજનાઓના અમલને પારદર્શક, લોકાભિમુખ, સરળ, કાર્યક્ષમ, પ્રમાણિક અને પરિણામલક્ષી બનાવવાના ઉદેશથી નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા દ્રારા આ નાગરિક અધિકારપત્ર ઘોષિત કરવામાં આવે છે. આ અધિકારપત્ર વહીવટી તંત્રની વ્યવસ્થાથી અવગત કરાવી આ વહીવટી તંત્રને અનુસૂચિત જાતિ કલ્યાણ માટે પ્રેરિત કરી, ગતિમાં લાવવાની બર્હિમુખ આંકાક્ષા આ ઘોષણા પત્રમાં રાખવામાં આવે છે તે ફકત ન્યાયસંગત ના રહેતા નૈતિક પ્રતિબધ્ધતા દાખવે છે.