- નાગરિકોએ કચેરીના વડાને કામકાજના દિવસોમાં મુલાકાતના નિયત સમય પ્રમાણે આવવા અપેક્ષા છે.
- યોજનાકીય લાભ માટે અરજીપત્રકમાં દર્શાવેલા તમામ સાધનિક કાગળો રાખવાથી વિલંબ ઘટાડી ત્વરીત નિર્ણય થઇ શકે.
- નક્કી થયેલા કાયદા અને નિયમો બહારના નિર્ણયો માટે અપેક્ષા રાખવી તે અન્ય યોગ્ય લાભાર્થીને નુકસાન કરવા બરાબર છે. આવું ના બને તેવી નાગરિકો પ્રત્યે અપેક્ષા રાખવામાં આવે છે.
- ખાતાની કામગીરી સાથે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સંકળાયેલા નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, મંડળો, મહાનુભાવો, નિષ્ણાતો, સમાજ સેવકો પ્રત્યે આ અધિકાર પત્રમાં ઘોષિત સિદ્ધાંતો અને કાર્યરીતિને પરિણામલક્ષી રીતે અમલી બનાવવા સહકારની અપેક્ષા છે.
- લોક ફરિયાદોના નિરાકરણ તથા ખાતાની કામગીરી અને અધિકારપત્રમાં સૂચિત બાબતો અંગે નાગરિકોનાં સૂચનો અપેક્ષિત છે.
- સર્વે કર્મચારીઓ તેમજ અધિકારીઓ પ્રામાણિકતાથી અને તટસ્થ રીતે ફરજ બજાવી શકે તે માટે તેમની નિમણૂક કે બદલી અંગે બાહ઼ય હસ્તક્ષેપ ન થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
|