Top


આશ્રમશાળાઓ
પાત્રતાના માપદંડો
  • આશ્રમશાળાઓ ધો. ૧ થી ૮ ના વિઘાર્થીઓ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે.
  • વિઘાર્થી ધોરણ ૧ થી ૮ માં ભણતો હોવો જોઇએ.
  • વિઘાર્થી વિકસતી જાતિ લધુમતી કે વિચરતી-વિમુકત જાતિનો હોવો જોઇએ.
  • પ્રવેશ માટે વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં રૂ. ૧,૫૦,૦૦૦ સુધી હોવી જોઈએ.
સહાયનું ધોરણ
  • નિભાવ ગ્રાન્ટ વિઘાર્થી દિઠ માસિક રૂ. ૧૫૦૦/- દસ માસ સુધી
  • ચાર શિક્ષકો પે બેન્ડ રૂ. ૫૨૦૦-૨૦૨૦૦/- ગ્રે. પે રૂ. ૨૪૦૦/- ના પગાર ધોરણ મુજબ. તા ૭-૧૧-૨૦૦૦ થી નિમણુક પામેલ શિક્ષકોને પ્રથમ પાંચ વર્ષ માટે સરકારશ્રીના નિયમ પ્રમાણે ફીક્ષ પગાર.
  • એક રસોયા અને બે મદદનીશ રસોયા અને કમાઠી વગેરે વર્ગ-૪, ના કર્મચારીઓને પે બેન્ડ રૂ. ૪૪૪૦- ૭૪૪૦/- ગ્રે. પે રૂ. ૧૩૦૦/- ના પગાર ધોરણ મુજબ અને તા ૭-૧૧-૨૦૦૦ થી નિમણુક માં સરકારશ્રીના નિયમ પ્રમાણે ફીક્સ પગાર.
  • એક કમાઠી પે બેન્ડ રૂ. ૪૪૪૦-૭૪૪૦/- ગ્રે. પે રૂ. ૧૩૦૦/- ના પગાર ધોરણ મુજબ અને તા ૭-૧૧-૨૦૦૦ થી નિમણુકમાં સરકારશ્રીના નિયમ પ્રમાણે ફીક્સ પગાર.
  • મકાન બાંધકામ કરવા સહાય
  • મકાન ભાડુ માસિક રૂ. ૧૫૦/- (પ્રથમ ત્રણ વર્ષ સુધી)
  • લાયબ્રેરી, પશુઓની ખરીદી, કુવા અને પાણીની ટેંક માટે નોન રીકરીગ ગ્રાન્ટ
નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૮-૧૯ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૮૧૦૦.૦૦ ૮૩૧૦.૯૦ ૮૩૧૦.૯૦
વિચરતી- વિમુકત ૬૧૮.૦૦ ૬૮૪.૭૦ ૬૮૪.૭૦
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. ૧૭૧
વિચરતી- વિમુકત ૧૭