આ યોજના સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગ નાઠરાવ ક્રમાંક:બીસી એ/૧૦૭૮ /૧૭૫૫ /છતા.૨૬/૧૨/૧૯૭૮ થી રાજ્યના અમુક વિસ્તારમાં અમલમાં આવેલ ત્યારબાદ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંક અનથ/૧૦૨૦૦૮/ન.બા/૦૧. છતા. ૨૯/૮/૨૦૦૯ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલ માં આવેલ છે. |
|
પાત્રતાના ધોરણો |
|
જે બાળકના માતા અને પિતા બન્ને અવસાન પામેલ હોય અથવા પિતા અવસાન પામેલ હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય અથવા માતા મૃત્યુ પામતા પિતાએ પુન:લગ્ન કરેલ હોય અને બાળક તેઓ સાથે ન રહેતાં નજીકના સગા સંબંધી (પાલક માતા-પિતા) પાસે રહેતું હોય તેવા અભ્યાસ કરતાં અનાથ બાળકોને માસિક રૂ.૩૦૦૦/- સહાય પેટે ચુકવવામાં આવે છે. આ સહાય DBT મારફત ચુકવવામાં આવે છે. |
|
- પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૨૭,૦૦૦/- થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ.૩૬,૦૦૦/- થી વધારે હોવાનો મામલતરદારશ્રી/તલાટી કમ મંત્રીશ્રીનો દાખલો અરજી સાથે રજુ કરવાનો રહે છે.
- પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ ૦૩ થી ૦૬ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો છે અને ૦૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહે છે.
- દર વર્ષે અભ્યાસ ચાલું હોવાનું શાળા/સંસ્થાનું પ્રમાણપત્ર અરજદાર વાલીએ રજુ કરવાનું રહે છે.
|
અમલીકરણ |
|
રાજ્ય કક્ષાએથી નિયામક,સમાજ સુરક્ષા ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અને જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી મારફત કરવામાં આવે છે. તેમજ આ યોજનાની સહાય મેળવવાની ઓન લાઇન અરજી(https://esamajkalyan.gujarat.gov.in) ના પોર્ટલ પર તેમજ તે અંગેની વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે |
|
દરેક જિલ્લાસ્તરે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની અધ્યક્ષ સ્થાને રચાયેલ સ્પોન્સરશીપ એન્ડ એપ્રુવલ સમિતિ (SFCAC) દ્વારા રજુ કરેલ અરજીઓની સમીક્ષા કરી સરકારશ્રીના નિયમોનુસાર પાત્રતા ધરાવતાં પાલક માતા-પિતાને સહાય ચુકવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા મંજુરી આપવામાં આવે છે. |
|
|