પાલક માતા પિતા યોજના અથવા મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દિકરીના લગ્ન સમયે કુલ ૨.૦૦ લાખ સહાય આપવા બાબત. |
|
આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે?:- |
|
પાલક માતા પિતા યોજના અથવા મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દિકરીને ૧૮ વર્ષ પૂર્ણ કરેલ હોય તેમને લગ્ન સમયે આ સહાય મળવાપાત્ર છે. |
યોજના ક્યારે શરૂ થઇ અને તેના ધારા ધોરણો :- |
- આ યોજના તા.૦૧/૦૪/૨૦૨૩ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ પાડવામાં આવેલ છે.
- આ યોજનાની લાભાર્થી પૈકી તા.૦૧/૦૪/૨૦૨૩ ના રોજ કે ત્યારબાદ લગ્ન કરનાર કન્યાઓને જ આ ઠરાવથી મળનાર સહાયનો લાભ મળવાપાત્ર થશે.
- આ યોજનાનો લાભ એક જ વાર મળશે.
- આ યોજનાના લાભાર્થી દ્વારા લગ્ન થયા તારીખથી ૨ વર્ષની અંદર અરજી કરવાની રહેશે.
|