Top
પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એકટ૧૯પ૮
હેતુ
યુવાન ગુન્હેગારોને ભારતીય ફોજદારી ધારાની જોગવાઇઓ હેઠળ ગુન્હો સાબિત થતાં જેલમાં મોકલવામાં આવે છે. આ યુવાન ગુન્હેગારોને જેલમાં મોકલવાથી તેમનું માનસ વધુ ગુન્હાહિત ન બને તેમજ સમાજમાં કુટુંબ સાથે રહીને સુધરવાની તક આપવી.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં આ ધારા હેઠળ કામગીરી કરવા માટે ચીફ પ્રોબેશન ઓફિસર અને પ્રોબેશન અધિકારીઓ ની નિમણૂંક કરવામાં આવે છે.

કોર્ટ આખરી હુકમ કરે તે પહેલાં પ્રોબેશન ઓફિસર પાસેથી ગુન્હેગારના ગુન્હો કરવાના સંજોગો, કૌટુંબિક પરિસ્થિતિ, સામાજિક તેમજ આર્થિક પરિસ્થિતિ આજુબાજુના પડોશીઓ અને ગુન્હેગારના નજીકના સગાસંબંધીઓનો તલસ્પર્શી મનોવૈજ્ઞાનિક રીપોર્ટ માંગવામાં આવે છે.

પ્રોબેશન ઓફિસર દ્વારા ઘર તપાસ કરી તલસ્પર્શી અહેવાલ નામદાર કોર્ટને આપવામાં આવે છે. પ્રોબેશન ઓફિસરને યોગ્ય જણાય તે મુજબ ગુન્હેગારને જામીન ઉપર મુકત કરવા, ઠપકો આપીને મુકત કરવો કે જામીન સાથે ત્રણવર્ષથી વધુ નહીં તેટલા સમય માટે પ્રોબેશન ઓફિસરની દેખરેખ નીચે સોંપવા માટે કોર્ટને ભલામણ કરવામાં આવે છે.

દર મહીને યુવાન ગુન્હેગાર ની રૂબરૂ મુલાકાત લઇને તે સમાજમાં સ્વમાનભેર જીવન જીવે તેવા પ્રયત્નો પ્રોબેશન ઓફિસર દ્વારા કરવામાં આવે છે.