- ૧. અરજદારે નિગમની https://gbcdconline.gujarat.gov.in લીન્ક ઉ૫ર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- ૨. ગુજરાત રાજયના વતની હોય તેવા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઈસમોને આ યોજના લાભ મળવાપાત્ર થશે. લાભાર્થીએ સક્ષમ અઘિકારીશ્રીનું જાતિનું પ્રમાણ૫ત્ર રજુ કરવાનું રહેશે.
- ૩. કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬.૦૦ લાખથી વધુ ન હોવી જોઈએ.
- ૪. બેંક દ્વારા રૂા.૨૦.૦૦ લાખ સુધીની મર્યાદામાં કોમર્શિયલ વાહન પર મેળવેલ લોન સામે સહાય મેળવી શકાશે.
- ૫. બેંક દ્વારા મંજૂર થયેલ લોન ઉપર વાર્ષિક મહતમ રૂા.૧,૨૦,૦૦૦/- અથવા લોનની રકમના ૬% લેખે બંનેમાંથી જે ઓછું હશે તે મુજબ વ્યાજ સહાય ત્રણ વર્ષ માટે મળવાપાત્ર થશે.
- ૬. અરજદારે બેંકમાંથી લોન મેળવેલ છે, તે મુજબનો પુરાવો વ્યાજ સહાય મેળવવા માટે રજુ કરવાનો રહેશે.
- ૭. સહાય મેળવનાર અરજદારે ૫-વર્ષ સુધી વાહન વેચી શકશે નહીં.
- ૮. શિડ્યુલ બેંકમાંથી વર્ષ: ૨૦૨૫-૨૬ (એટલે કે તા. ૧/૪/૨૦૨૫) થી લોન લીધેલ હોવી જોઈએ.
- ૯. અરજદારે આ યોજના હેઠળ લોન મેળવવા સંબંધિત બેંકને સીધી અરજી કરવાની રહેશે. બેંક દ્વારા લોન મંજૂર થાય ત્યાર પછી અરજદારે નિગમને જાણ કરવાની રહેશે. બેંક દ્વારા સહાય ચૂકવવા અંગેની ભલામણ નિગમને મળે તે પછી નિગમે જરૂરી ચકાસણી કરી વ્યાજ સહાય ચૂકવવાની રહેશે.
- ૧૦. અરજદાર તરફથી લોનના હપ્તા નિયમિત ભર્યા અંગેના આધારો રજુ થયેથી વ્યાજ સહાય મળવાપાત્ર થશે.
- ૧૧. ઉપર જણાવેલ શરતો ઉપરાંત સરકારશ્રીને યોગ્ય લાગે તેવી અન્ય શરતો રાખી શકશે.
- ૧૨. બેંક દ્વારા મંજૂર થયેલ લોનના કાગળોની પ્રમાણિત નકલ તથા લોન ખાતાની પાસબુક/આરસી બુકની નકલ, બેંક સ્ટેટમેન્ટની નકલ રજુ કરવાના રહેશે.
- ૧૩. વાહન યોજના માટે વ્યાજ/સહાયની અરજી કરતા અરજદારોએ બેંકમાંથી લીધેલ લોનનો મંજૂરી ઓર્ડર અરજી સાથે ફરજિયાત રજુ કરવાનો રહેશે.
- ૧૪. વાહન યોજના અંતર્ગત બેંક દ્વારા મંજૂર થયેલ લોન અન્વયે ખરીદેલ વાહનની આર.સી. બુકની પ્રમાણિત નકલ નિગમને રજુ કરવાની રહેશે.
- ૧૫. વાહન યોજના અંતર્ગત ખરીદેલ વાહનનું રજીસ્ટ્રેશન આર.ટી.ઓ.માં Business Purpose (Taxi, Maxi, Transport) Vehicle તરીકે કરાવેલ હોવું જોઈએ.
- ૧૬. ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ અને વિકસતી જાતિ હેઠળના નિગમોમાંથી અગાઉ વાહન લોન યોજનામાં કુટુંબની કોઈ વ્યક્તિએ લોન લીધેલ ન હોય તેવા અરજદારો જ અરજી કરી શકશે અને અરજી કરતી વખતે રૂા.૫૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું રજુ કરવાનું રહેશે.
- ૧૭. ઉક્ત યોજના અંતર્ગત વ્યાજ/સહાય માટે મળેલ અરજીઓમાં અધૂરપ કે અસ્પષ્ટતા જણાશે તો તેવી અરજીઓ માન્ય રાખવામાં આવશે નહીં.
- ૧૮. અરજી કરતી વખતે આધાર નંબર સાથે લિંક હોય તેવા બેંક ખાતાની વિગત આપવાની રહેશે.
- ૧૯. વાહન યોજનામાં અરજદારની ઉંમર ૨૧ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઈએ.
- ૨૦. એક જ કુટુંબમાંથી કોઈપણ એક જ વ્યક્તિને વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે.
- ૨૧. આ જ હેતુ માટે સરકારશ્રીની અન્ય કોઈ કચેરીઓમાંથી વ્યાજ સહાય કે ઓછા વ્યાજ દરની કોઈ લોન લીધેલ ન હોવી જોઈએ.
- ૨૨. આ યોજનાનો લાભ નિગમમાં અરજી કર્યાની તારીખથી મળવાપાત્ર રહેશે.
- ૨૩. ભરેલ ફોર્મ જે તે જિલ્લાના નાયબ નિયામકશ્રી (વિ.જા.) / સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા.) ની કચેરીએ જમા કરાવવાનું રહેશે.
- ૨૪. ઉક્ત યોજના અંતર્ગત વ્યાજ/સહાય અંગેનું ન્યાયક્ષેત્ર ગાંધીનગર રહેશે.
|