Top
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગાંધીનગરની યોજનાઓ અંગે અરજદારોના પ્રશ્નો અને તેના નિરાકરણની વિગતો
 
ડેટા ટેબલ ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગાંધીનગરની યોજનાઓ અંગે અરજદારોના પ્રશ્નો અને તેના નિરાકરણની વિગતો
ક્રમાંક અરજદારના પ્રશ્નો પ્રશ્નોનું નિરાકરણ
લોન કોને મળે ? ૧. અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ. ર. અરજદારના કુંટુંબની કુલ વાર્ષિક આવક રૂ. ૩,૦૦,૦૦૦/-થી વઘુ ન હોવી જોઇએ. ૫રંતુ રૂ. ૧,૫૦,૦૦૦/- સુઘીની આવક ઘરાવતા અરજદારોને અગ્રતા આ૫વામાં આવશે. ૩. અરજદારની ઉંમર અરજીની તારીએ ર૧ થી ૪પ વર્ષ સુધીની હોવી જોઇએ. ૪. અરજદારને તાંત્રિક તથા અન્‍ય કુશળતા માગી લેતા ધંધાઓના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે
લોન કઇ કઇ યોજનાઓમાં મળે છે ? ૧. ટર્મ લોન (મુદતી ઘિરાણ) ર. ન્‍યુ સ્‍વર્ણિમા યોજના ૩. મહિલા સમૃદ્ધિ યોજના ૪. લધુસ્‍તરીય ધિરાણ યોજના પ. શૈક્ષણિક લોન યોજના ( ન્‍યુ આકાંક્ષા) ૬. સ્‍વર્ય સક્ષમ યોજના
લોનનો વ્‍યાજનો દર શું છે ? આ નિગમની લોન ૪ થી ૬ %ના નજીવા વ્‍યાજ દરે આપવામાં આવે છે.
આ લોન અરજી ફોર્મ કયાંથી મળશે ? આ લોન અરજી ફોર્મ જે તે જિલ્લા નાયબ નિયામકશ્રી / જીલ્લા સમાજ કલ્‍યાણ અધિકારીશ્રી (વિ.જા) અને નિગમની કચેરી ગાંધીનગરથી મળે છે
આ લોન ફોર્મ ભરીને કયાં આપવાના ? આ લોન અરજી ફોર્મ જે તે જિલ્લા નાયબ નિયામકશ્રી / જીલ્લા સમાજ કલ્‍યાણ અધિકારીશ્રી (વિ.જા) અથવા નિગમની કચેરીએ આપવાના હોય છે.
લોન કેટલી રકમની આપવામાં આવે છે. ? યોજના મુજબ નિયત કરેલ યુનિટ કોષ્‍ટ મુજબ રકમ આપવામાં આવે છે.
લોન કયા સ્‍વરૂપમાં આપવામાં આવે છે ? લોનની રકમ લાભાર્થીના એકાઉન્‍ટ પેઇ ચેકથી આપવામાં આવે છે.
લોન અરજી કોણ મંજૂર કરે છે. ? લોન અરજી સૈદ્યાંતિક મંજુરી માટે લાભાર્થી પસંદગી સમિતિમાં નિર્ણય કરવામાં આવે છે.
લાભાર્થી પસંદગી સમિતિ કયા ધોરણો / માપદંડો મુજબ અરજીઓ મંજુર કરે છે ? અરજદારની જાતિ, આવક, વિચરતી અને વિમુકત જાતિ, વિધવા, વિકલાંગ અને ફંડની ઉપલબ્‍ધતાને ધ્‍યાને લેવામાં આવે છે.
૧૦ લોન અરજીની મંજુરીમાં કોને અગ્રતા આપવામાં આવે છે ? વિચરતી અને વિમુકત જાતિ, વિધવા, વિકલાંગને અગ્રતા આપવામાં આવે છે.
૧૧ લોન ડોકયુમેન્‍ટસ કરવા ગાંધીનગર આવવું પડે ? ના, જિલ્લા કક્ષાએ કેમ્‍પ રાખી લોન દસ્તાવેજ કરાવવામાં આવે છે
૧૨ લોન દસ્તાવેજ કરવા લાભાર્થીને કેવી રીતે જાણ કરવામાં આવે છે. ? લોન દસ્તાવેજ કરવા લાભાર્થીને ટપાલથી જાણ કરવામાં આવે છે.
૧૩ લોન માટે જામીનદાર કેવા આપવાના હોય છે. ? રૂ. ૩૦,૦૦૦/- સુધીની લોન માટે જાત-જામીન આપવાના હોય છે. જયારે રૂ.૧,૦૦,૦૦૦/- સુધીની લોન માટે એક એક લાખ થી ઉપરની લોન માટે બે જામીન આપવાના હોય છે. જામીન સ્‍થાવર મિલકત ધરાવતાં અથવા સરકારી / અર્ધ સરકારી કર્મચારી આપવાના હોય છે.
૧૪ જામીનદારના શું પુરાવા આપવાના હોય છે ? મિલકત વાળા જામીનના કિસ્સામાં મિલકતના આધાર પુરાવા અને સરકારી કર્મચારીના  કિસ્સામાં કર્મચારી ખુદે બાહેધરીપત્ર આપવાનું  હોય છે.
૧૫ જામીનદારની મિલકત ઉપર બોજો નોંધાવો પડે ? અરજદાર કે જામીનદારની મિલકત ઉપર નિગમના નામે બોજો ૫ડાવવાનો થાય છે.
૧૬ લોનના હપ્તા કયારે શરૂ થશે ? લોનના ચેકની તારીખથી એક માસ બાદ
૧૭ લોનના હપ્તાની રકમ કયાં અને કેવી રીતે જમા કરાવવાની છે ? લોનના હપ્તાની રકમ નિગમના બેંક એકાઉન્ટ નં. ૨૦૨૦૧૦૧૦૦૦૨૦૭૯૦ બેંક ઓફ ઇન્‍ડીયાની કોઇ૫ણ શાખાઓમાં સ્‍વિકારવામાં આવે છે. અને લાભાર્થીઓને આ નિગમ દ્વારા બેન્ક સ્લી૫ બુક મોકલવામાં આવે છે. તેમજ ચેક અથવા ડીમાન્ડ ડાફટથી ૫ણ સ્વીકારવામાં આવે છે.
૧૮ રેગ્‍યુલર હપ્તા ભરી નિયત સમયમાં હપ્તા ભરપાઇ કરવાથી બીજી વખત લોન મળી શકે કે કેમ ? એક વ્યકતિ ને એક જ વખત લોન આપવામાં આવે છે.
૧૯ લોન માફ થશે કે કેમ ? ના
૨૦ સબસીડી કેટલી મળશે ? ના, આ યોજનામાં સબસીડી આપવાની કોઇ જોગવાઇ નથી.
૨૧ લોનીનું મૃત્‍યુ થવાથી લોન માફ થશે કે કેમ ? ના, લોન કોઇ૫ણ સંજોગોમાં માફ કરવાની જોગવાઇ નથી.