- ૧. અરજદારે નિગમની https://gbcdconline.gujarat.gov.in લીન્ક ઉ૫ર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- ૨. ગુજરાત રાજયના વતની હોય તેવા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઈસમોને આ યોજના લાભ મળવાપાત્ર થશે. લાભાર્થીએ સક્ષમ અઘિકારીશ્રીનું જાતિનું પ્રમાણ૫ત્ર રજુ કરવાનું રહેશે.
- ૩. ભારત અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસના હેતુ માટે બેંક મારફતે લીધેલ લોન પર રૂ.૨૫.૦૦ લાખ સુધીની મર્યાદામાં ૬%ના દરે મહતમ રૂા.૧,૫૦,૦૦૦/- (વાર્ષિક) સુધીની વ્યાજ સહાય ત્રણ વર્ષ માટે મળવાપાત્ર થશે. વઘુમાં ગુજરાત સમાજ કલ્યાણ વિકસતિ જાતિ હેઠળ અમલીકૃત ઉચ્ચ અભ્યાસ વિદેશ અભ્યાસ માટે ૧૫.૦૦ લાખની લોન યોજના અને ૬% ના વ્યાજના દરે વ્યાજ સબસીડી યોજના બન્ને પૈકી લાભાર્થીએ એક જ યોજનામાં લાભ મેળવી શકશે.
- ૪. ધોરણ ૧૨માં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઇએ.
- ૫. કુંટુંબની વાર્ષિક આવક રૂ.૧૦.૦૦ લાખથી વધારે ન હોવી જોઇએ.
- ૬. બેંકમાંથી મેળવેલ લોનના હપ્તા નિયમિત ભર્યા અંગેના આધાર – પુરાવા (બેન્ક સ્ટેટમેન્ટ) રજુ થયેથી વ્યાજ સહાય મળવાપાત્ર થશે.
- ૭. સીડ્યુલ બેંકમાંથી વર્ષ:૨૦૨૫-૨૬ (એટલે કે તા. ૧/૪/૨૦૨૫) થી લોન લિધેલ હોવી જોઇએ.
- ૮. સરકારશ્રીના અન્ય કોઇપણ ખાતા દ્રારા સબસીડી સહાય મેળવેલ ના હોય તે અંગેનું સોગંદનામું રૂા.૫૦/-ના સ્ટેમ્પ ઉ૫ર કરી નોટરી કરાવી રજૂ કરવાનું રહેશે.
- ૯. લાભાર્થીના અવસાનના કિસ્સામાં વ્યાજ સબસીડીનો લાભ આપોઆપ બંધ થઈ જશે.
- ૧૦. દેશ/વિદેશ, યોજના માટે વ્યાજ/સહાયની અરજી કરતા અરજદારોએ બેન્કમાંથી લીઘેલ લોનનો મંજુરી આર્ડર અરજી સાથે ફરજીયાત રજુ કરવાનો રહેશે.
- ૧૧. ગુજરાત ૫છાત વર્ગ વિકાસ નિગમ અને વિકસતિ જાતિ હેઠળના નિગમો જેવા કે, ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગોપાલક વિકાસ નિગમ, વિચરતી અને વિમુકત જાતિ વિકાસ નિગમ તેમજ અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમમાંથી અગાઉ શૈક્ષણિક લોન યોજનામાં કુટુંબની કોઇ વ્યક્તિએ લોન લીઘેલ ન હોય તેવા અરજદારશ્રીઓ જ અરજી કરી શકશે અને અરજી કરતી વખતે રૂા.૫૦/- ના સ્ટેમ્પ પે૫ર ઉ૫ર નોટરી કરેલ સોગંદનામું રજુ કરવાનું રહેશે.
- ૧૨. ઉકત યોજના અંતર્ગત વ્યાજ/સહાય માટે મળેલ અરજીઓમાં અઘુરાશ કે અસ્પષ્ટ જણાશે તો તેવી અરજીઓ માન્ય રાખવામાં આવશે નહી તેમજ અરજીઓ મંજુર કે ના-મંજુર કરવાના હક્કો ગુજરાત ૫છાત વર્ગ વિકાસ નિગમ, ગાંઘીનગરને અબાઘિત રહેશે.
- ૧૩. અરજી કરતી વખતે આઘાર નંબર સાથે લીંક હોય તેવા બેન્ક ખાતાની વિગત આ૫વાની રહેશે.
- ૧૪. શૈક્ષણિક લોન યોજનામાં અરજદારની ઉંમર ૧૭ થી ૩૫ વર્ષ સુઘીની હોવી જોઇએ.
- ૧૫. બેન્ક દ્વારા મંજુર થયેલ લોનના કાગળોની પ્રમાણિત નકલ તથા લોન ખાતાની પાસબુક (બેન્ક સ્ટેટમેન્ટ)ની નકલ રજૂ કરવાની રહેશે.
- ૧૬. એક જ કુટુંબમાંથી કોઇ૫ણ એક જ વ્યક્તિને વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે.
- ૧૭. આ જ હેતુ માટે સરકારશ્રીની અન્ય કોઇ કચેરીઓમાંથી વ્યાજ સહાય કે ઓછા વ્યાજ દરની કોઇ લોન લીઘેલ ન હોવી જોઇએ.
- ૧૮. આ યોજનાનો લાભ અત્રેના નિગમમાં અરજી કર્યાની તારીખથી મળવાપાત્ર રહેશે.
- ૧૯. ભરેલ ફોર્મ જે તે જીલ્લાના નાયબ નિયામકશ્રી (વિ.જા.) / સમાજ કલ્યાણ અઘિકારીશ્રી (વિ.જા.)/ જીલ્લા મેનેજરશ્રી, વિજાક સંલગ્ન નિગમોની ગૃ૫ જીલ્લા કચેરીએ જમા કરાવવાનું રહેશે.
- ૨૦. ભરેલ ફોર્મ જે તે જીલ્લાના નાયબ નિયામકશ્રી (વિ.જા.) / સમાજ કલ્યાણ અઘિકારીશ્રી (વિ.જા.) ની કચેરીએ જમા કરાવવાનું રહેશે.
- ૨૧. ઉકત યોજના અંતર્ગત વ્યાજ/સહાય અંગેનુ ન્યાયક્ષેત્ર ગાંઘીનગર રહેશે.
|